Ganesh Chaturthi 2022: નડિયાદમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત
નડિયાદમાં પીજ રોડ પર આવેલ ગણેશ પંડાલમાં દુર્ઘટના બની છે. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા છે.
ખેડાઃ નડિયાદમાં પીજ રોડ પર આવેલ ગણેશ પંડાલમાં દુર્ઘટના બની છે. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા છે. ગણેશ ભંડારમાં ડેકોરેશન કરવા આવેલા બે યુવાનના મોત થયા છે. ડેકોરેશનના માલિકને ના પાડવા છતાં પણ માલિક દ્વારા કામ કરાવવામાં આવ્યું.
નડિયાદના પીજ રોડ ગીતાંજલી ચોકડી નજીક આવેલ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે અચાનક 11 કે.વી.નો વાયર માથાના ભાગે અડકી જતાં બની ધટના. હાલ બન્ને યુવકો ના મૃતદેહ ને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા. જ્યાં સુધી યુવાનોને યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર.
રાજકોટઃ શહેરમાં મક્કમ ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કારચાલકે બાઇક હડફેટે લેતા બેના મોત નીપજ્યા છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે. રાજકોટના ગોંડ રોડ પર મક્કમ ચોક પાસે ઘટના બની છે. પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને લીધું હડફેટે. બાઇક ચાલક બન્નેના મોત નીપજ્યા છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે.
કચ્છઃ નખત્રાણા નજીક રોડ પ૨ ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારનાં ચાર જણનાં મોત નીપજ્યા છે. નખત્રાણાના ધાવડા અને દેવપર વચ્ચે મધરાત્રે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં.
પ્રાથમિક માહિતી અનુસાર રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત. અક્સ્માતમાં મૃત્યુ પામેલ લોકો નખત્રાણાના હતા.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દવાખાને જતા ગોસ્વામી પરિવારના ચાર લોકોનાં મોત થયાં છે. તેમજ હજુ બે લોકોની હાલત ગંભીર છે. નખત્રાણાના ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચની બીમારી છે અને જેની માંડવીના ખાનગી તબીબની દવા ચાલુ છે.
ગત રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતાં પરિવારજનો કારમાં બાળકીના ઈલાજ માટે માંડવી જતા હતા. દરમિયાન કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાસુ, વહુ, પૌત્ર અને દિયરના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે જેની દવા લેવા જતા હતા એ બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ઇજા પહોંચતાં હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ચેતન ગોસ્વામી અને તેમના કાકા પરેશ ગોસ્વામી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે.