સચિનને રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડી પર વિશ્વાસ, કહ્યુ-ટીમ ઇન્ડિયા આગામી વર્લ્ડકપ જીતી શકે છે
સચિને કહ્યું કે આ વર્ષે એપ્રિલમાં વર્લ્ડકપની સિદ્ધિને 11 વર્ષ થઇ જશે. લાંબો સમય વિતી ચૂક્યો છે
નવી દિલ્હીઃ ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સચિને એક યુ-ટ્યુબ ચેનલ પર કહ્યું કે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીમાં ક્ષમતા છે કે તે દેશને વર્લ્ડકપ જીતાડી શકે છે. આગામી વર્લ્ડકપ 2023માં ભારતમાં છે. ત્યાં સુધીમાં રોહિત કેપ્ટન અને દ્રવિડ કોચ રહેશે.
સચિને કહ્યું કે આ વર્ષે એપ્રિલમાં વર્લ્ડકપની સિદ્ધિને 11 વર્ષ થઇ જશે. લાંબો સમય વિતી ચૂક્યો છે. હુ અને અન્ય ક્રિકેટ ચાહકો ઇચ્છે છે કે આગામી ટ્રોફી બીસીસીઆઇના ખાતામાં આવે. આ એક ટ્રોફી છે જેના માટે તમામ ક્રિકેટર્સ રમતા હોય છે. વર્લ્ડકપથી મોટું કાંઇ નથી.
તેમણે કહ્યું કે રોહિત અને રાહુલની જોડી શાનદાર છે. હું જાણું છું કે આ બંન્ને લોકો ટાઇટલ માટે પોતાનું બેસ્ટ આપશે. તે પોતાની પુરી ક્ષમતા સાથે પ્રદર્શન કરશે. તેના સપોર્ટ માટે ઘણા લોકો પાછળ ઉભા છે. રાહુલે ઘણું ક્રિકેટ રમ્યું છે. સતત પ્રયાસ કરતા રહીશું. અમે જરૂર સફળ થઇશું.
રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકામા પ્રવાસ પર ટેસ્ટ અને વન-ડે સીરિઝ હારી છે. આ પ્રવાસ દરમિયાન કોહલી ટેસ્ટમાં અને વન-ડેમાં કેએલ રાહુલ કેપ્ટન હતા.
Amazon Deal: ઘરના ગાર્ડન કે લૉનમાં બેસવા માટે ખરીદવા ઇચ્છો છો હીટર, આ છે બેસ્ટ Outdoor Heater