શોધખોળ કરો

TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........

ટાટા ટિઆગો (TATA Tiago)ના સીએનજી વર્ઝનમાં પણ તમને તમામ ટ્રિમ્સ મળે છે, જે પેટ્રૉલ વર્ઝનમાં આવ છે. તમે આને  XE, XM, XT, XZ+ ટ્રિમ્સમાં પણ લઇ શકો છો

TATA Tiago Features : પેટ્રૉલ (Petrol)ની વધતી કિંમતો અને ડીઝલ તથા ઇલક્ટ્રિક કાર (Electric Car)માં 10 લાખ રૂપિયાથી ઓછી કિંમત પર વધુ ફિચર્સ ના હોવાના કારણે સીએનજી કાર (CNG Car) બેસ્ટ ઓપ્શન દેખાઇ રહ્યો છે. પરંતુ ફેકટરી ફિટેડ સીએનજી કારોની સંખ્યા ઓછી હોવા અને સીએનજી ફિલિંગ સ્ટેશન પર કિટ લગાવવા માટે લાંબી લાઇનોના કારણે લોકો મજબૂરીથી પેટ્રૉલ કાર સુધી જ સીમિત રહી જાય છે. આવા લોકોને ટાર્ગેટ કરવા માટે હવે ટાટાએ iCNG રેન્જમાં પણ ટાટા ટિઆગો (Tata Tiago) કાર ઉતારી છે. અત્યાર સુધી સીએનજી કારોને માત્ર પૈસા બચાવવાના પર્પઝથી જ જોવામાં આવતી હતી, આ કેટેગરીની કાર વધારે ન હતી આવતી, પરંતુ ટાટા (TATA)એ અવધારણાને તોડતા કંઇક નવુ કર્યુ છે. ચાલો જાણીએ આ કારમાં શું શું છે ખાસ......... 

કારમાં છે કેટલાય કમાલના ફિચર્સ-
ટાટા ટિઆગો (TATA Tiago)ના સીએનજી વર્ઝનમાં પણ તમને તમામ ટ્રિમ્સ મળે છે, જે પેટ્રૉલ વર્ઝનમાં આવ છે. તમે આને  XE, XM, XT, XZ+ ટ્રિમ્સમાં પણ લઇ શકો છો. આમાં તમને પેટ્રૉલ અને સીએનજી બન્નેનો ઓપ્શન મળે છે. કુલ મળીને ટિઆગો ફૂલી લૉડેડ કાર છે. આમાં તે દરેક ફિચર મળે છે, જે પેટ્રૉલ કારમાં મળે છે, આ રીતે આ ટિઆગોની અન્ય કારોની સરખામણીમાં વધુ શાનદાર છે. આમાં ક્લાઇમેટ કન્ટ્રૉલ, બ્લેક અને વેબ ડ્યૂલ ટૉન ઇન્ટીરિયર, પ્રૉજેક્ટર હેડલેમ્પ, એલઇડી ડીઆરએલ, સ્ટીયરિંગ કન્ટ્રૉલ, રિયર વ્યૂ કેમેરા વગેરે ફિચર્સ છે. ટિઆગોનો 'મિડનાઇટ પ્લમ' કલર સૌથી બેસ્ટ લાગે છે. 

TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........

ડ્રાઇવિંગમાં શાનદાર અનુભવ-
જો ડ્રાઇવિંગની વાત કરીએ તો ટિઆગોમાં હાલમાં રહેલુ પેટ્રૉલ એન્જિન  86bhp/113Nm નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે સીએનજી મૉડમાં આ 73bhp/95Nm સુધી જ સિમીત છે. કારમાં બીજી એક ખાસ વાત એ છે કે આને તમે સીએનજી મૉડમાં શરૂ કરી શકો છો. જ્યારે સેન્ટ્રલ કન્સૉલ પર આપવામાં આવેલુ એક બટનથી આને પેટ્રૉલ (Petrol) પર સ્વિચ કરી શકો છો. જો તમારી કારમાં સીએનજી (CNG) કે પેટ્રૉલ ખતમ થવાનુ છે, તો ઓટોમેટિક ચેન્જ થઇને તે મૉડમાં જતુ રહે છે જેમાં ઇંધણ વધારે છે, અમે ટેસ્ટ દરમિયાન આ કારને સીએનજી મૉડમાં ચાલુ કરી, સિટી યૂઝ માટે આ કાર ખુબ પાવરફૂલ છે. તમારે આમાં વારંવાર ડાઉનશિફ્ટ કરવાની જરૂર નહીં પડે. સાથે સાથે આમાં પાવર અને સ્પીડની કમી પણ નહીં અનુભવાય. એટલુ જ નહીં સીએનજી મૉડમાં ફાસ્ટ ટ્રાફિકની વચ્ચે અચાનક ઓવરટેક કરવુ પણ ખુબ આસાન લાગશે. ઉભા રસ્તા પર પણ આ કારે CNG મૉડમાં આશ્ચર્ચજનક રીતે સારુ પ્રદર્શન કર્યુ, અને ટેસ્ટ દરમિયાન અમે જાણ્યુ પ્રતિદ્વદ્વીઓની તુલનામાં આમાં વધારે વીએચપી છે. આ તેને બીજી કારોથી અલગ બનાવે છે. આ કારના ગ્રાઉન્ડ ક્લીયરન્સ 168 મિની છે, અને અમને ટેસ્ટિંગ દરમિયાન આમાં કોઇ સમસ્યા ના દેખાઇ. 

TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........

દક્ષતા પણ શાનદાર- 
ઇફિશિયન્સી (efficiency) એટલે કે દક્ષતાની વાત કરીએ તો આ કારનો અધિકારીક આંડો 27 કિમી/કિગ્રામથી ઓછો છે, પરંતુ અમે જાણ્યુ કે આ લિમીટ વધી પણ શકે છે. ટિઆગો સીએનજી સાથે સૌથી મોટી સમસ્યા બૂટ સ્પેસને ઓછી કરવાની છે. આનુ બૂટ સ્પેસ 80 લીટરનો છે. આ મૉડલમાં એક ખાસ સેફ્ટી ફિચર પણ આપવામાં આવ્યુ છે. આ અંતર્ગત જો ફ્યૂલ (Fuel)નુ ઢાંકણ ઠીક રીતે બંધ ના થાય તો માઇક્રો સ્વીચ વાહનને બંધ કરી દે છે, તો આને સ્ટાર્ટ નથી થવા દેતુ. 

TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........

ફિચર્સની તુલનામાં વધારે નથી કિંમત-
હવે જો આ કારની કિંમત પર વાત કરીએ તો આ 6.09 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ટૉપ એન્ડ XZ+ મૉડલની કિંમત 7.52 લાખ રૂપિયા છે. ટાટા મોટર્સ (TATA Motors)એ આને સીએનજી કારને વધારે પ્રીમિયમ બનાવવાની સાથે જ આકર્ષક પણ બનાવી છે. ઓવરઓલ આ સીએનજી કાર (CNG Car)નુ પ્રદર્શન ખુબ સારુ છે, અને દક્ષતા પણ ખુબ સારી છે. વળી, કારના ફિચર્સની વાત કરીએ તો આની ટક્કરમાં કોઇ નથી. 

TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........

અમને શું સારુ લાગ્યુ- લૂક, ફિચર્સ, સેફ્ટી, સીએનજી પરફોર્મન્સ અને દક્ષતા.

શું સારુ ના લાગ્યુ-  ઓછી બૂટ સ્પેસ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget