IND vs BAN: બાંગ્લાદેશ ટેસ્ટ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી પહોંચ્યા ચેન્નઈ, 19 સપ્ટેમ્બરથી શરૂ થશે મેચ
Rohit Sharma And Virat Kohli: ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે રમાવવા વાળી ટેસ્ટ પહેલા ચેન્નઈ પહોંચી ચૂક્યા છે.
Rohit Sharma And Virat Kohli Reached Chennai: ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જેની શરૂઆત આગમી 19 સપ્ટેમ્બરથી થશે. સીરિઝનો પહેલો મુકાબલો ચેન્નઈના એએમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવવાનો છે. આ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચેન્નઈ પહોંચી ચૂક્યા છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના બાકી ઘણા ખેલાડીઓ ચેન્નઈ પહોંચી ચૂક્યા છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ચેન્નાઈ એરપોર્ટ પરથી વીડિયો સામે આવ્યો છે. રોહિત શર્માના ચેન્નાઈ આગમનનો વીડિયો શેર કરતા ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે ભારતીય કેપ્ટન ગઈકાલે રાત્રે ચેન્નાઈ પહોંચ્યો હતો.
જ્યારે વિરાટ કોહલી લંડનથી સીધો ચેન્નાઈ પહોંચી ગયો હોવાના અહેવાલ છે. વિરાટ કોહલી આ પહેલા પણ ઘણી વખત લંડનમાં જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કિંગ કોહલી પોતાના પુત્ર અકાયના જન્મથી જ તેના પરિવાર સાથે લંડનમાં રહે છે. કોહલીના ચેન્નાઈ પહોંચવાનો વીડિયો તેના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
VIDEO | Team India captain Rohit Sharma (@ImRo45) arrived in #Chennai late last night ahead of the Test match against Bangladesh.
— Press Trust of India (@PTI_News) September 13, 2024
The two-match Test series between India and Bangladesh will begin on September 19 in Chennai. The second Test will be played in Kanpur from… pic.twitter.com/if7A87Eb7f
VIRAT KOHLI HAS REACHED CHENNAI. 👑
— Johns. (@CricCrazyJohns) September 13, 2024
- It's time for the 🐐 to rule Test cricket. pic.twitter.com/hFVsjEx93y
મેચ પહેલા પ્રેક્ટિસ કેમ્પ યોજાશે
ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાનારી મેચ પહેલા પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લેશે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ લાંબા વિરામ બાદ પરત ફરી રહ્યા છે, તેથી પ્રેક્ટિસ કેમ્પ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જસપ્રીત બુમરાહ પણ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ બાદ પુનરાગમન કરી રહ્યો છે. બુમરાહ લગભગ અઢી મહિના પછી મેદાન પર જોવા મળશે.
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. શ્રેણીની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. જોકે, હાલમાં BCCIએ માત્ર ચેન્નાઈ ટેસ્ટ માટે જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.
ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશની ટીમ
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહમૂદ, તસ્કીન અહેમદ, સૈયદ ખાલિદ અહેમદ, ઝેકર અલી અનિક.
આ પણ વાંચો: બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, રેન્કિંગમાં રોહિત-કોહલીને થયો ફાયદો