![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cricket: રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલના ઓપનિંગ ઉતરતાં જ તુટ્યો 40 વર્ષ જુનો આ ખાસ રેકોર્ડ, વાંચો....
રોહિત શર્મા અને જાયસ્વાલ ઓપનિંગમાં આવતાની સાથે જ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો
![Cricket: રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલના ઓપનિંગ ઉતરતાં જ તુટ્યો 40 વર્ષ જુનો આ ખાસ રેકોર્ડ, વાંચો.... Rohit Sharma And Yashasvi Jaiswal Record: 1st test indian opening pair of rohit sharma and yashasvi jaiswal broke 40 years old record in ind vs wi Cricket: રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલના ઓપનિંગ ઉતરતાં જ તુટ્યો 40 વર્ષ જુનો આ ખાસ રેકોર્ડ, વાંચો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/13/6d040a814b38e06ca692da7c457fbbee168922592870477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rohit Sharma And Yashasvi Jaiswal Record: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ડૉમિનિકામાં રમાઈ રહી છે. આ મેચના પહેલા જ દિવસે ભારતીય ટીમે પોતાનો દબદબો બનાવી લીધો હતો. વળી, આ મેચમાં ભારતનો 40 વર્ષ જૂનો રેકોર્ડ પણ તુટી ગયો હતો. આ મેચમાં મુંબઈ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર ડાબોડી બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
રોહિત શર્મા અને જાયસ્વાલ ઓપનિંગમાં આવતાની સાથે જ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. ખરેખરમાં, આ ટેસ્ટ મેચમાં 1983માં છેલ્લીવાર શું થયું હતું જ્યારે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ભારત માટે ટેસ્ટમાં બેટિંગ કરવા માટે આવા બે ઓપનર આવ્યા હતા. જાયસ્વાલની સાથે રોહિત શર્મા પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે.
રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે છેલ્લીવાર 1983માં આવું કર્યું હતું. હવે રોહિત અને જાયસ્વાલે આ 4 દાયકા જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. 1983ની આ ટેસ્ટ મેચ કરાંચીમાં રમાઈ હતી. રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર પોતાની કારકિર્દીમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી આ પ્રથમ મેચમાં મુંબઈ તરફથી રમતા રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલ સહિત કુલ ચાર એવા ખેલાડીઓ ભારત તરફથી રમી રહ્યા છે. બાકીના બે ખેલાડીઓ ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણે અને ફાસ્ટ બૉલર શાર્દુલ ઠાકુર છે.
મેચના પહેલા જ દિવસે મજબૂત જોવા -
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અશ્વિને ટીમ માટે પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરવા ઉતરી હતી અને દિવસના અંત સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી લીધા હતા. ઓપનિંગ પર આવેલા કેપ્ટન રોહિત શર્મા 30 અને યશસ્વી જાયસ્વાલ 40 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ટીમ ઈન્ડિયા હવે માત્ર 70 રનથી પાછળ છે.
રોહિત-યશસ્વીએ અપાવી સારી શરૂઆત
That's Stumps on Day 1 of the opening #WIvIND Test!#TeamIndia move to 80/0, with captain Rohit Sharma and Yashasvi Jaiswal making a fine start.
— BCCI (@BCCI) July 12, 2023
We will be back tomorrow for Day 2 action!
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/aksOAvowGc
રોહિત અને યશસ્વીએ ભારતને પ્રથમ દાવમાં સારી શરૂઆત અપાવી હતી. યશસ્વી 73 બોલમાં 40 રન બનાવીને અણનમ છે. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા છે. આ સાથે જ રોહિતે 65 બોલમાં 30 રન બનાવ્યા છે. તેણે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. ભારત પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝથી 70 રનથી પાછળ છે બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ મેચમાં પાછા ફરવા માટે સખત મહેનત કરવી પડશે.
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા માટે બે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. 21 વર્ષીય યશસ્વી જયસ્વાલ તેની પ્રથમ મેચ રમવા માટે ઉતરી હતી. તેને રોહિત શર્માએ ટેસ્ટ કેપ આપી હતી. આ સાથે જ ઈશાન કિશનને પ્રથમ વખત ટેસ્ટ રમવાની તક મળી હતી. તેને વિકેટકીપર કેએસ ભરતના સ્થાને પસંદ કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ ઈશાનને ટેસ્ટ કેપ સોંપી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલિક એથેનગે ડેબ્યૂ કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)