IND vs AUS: રોહિત શર્માએ 200 છગ્ગા પૂરા કર્યા, સ્ટાર્કની ઓવરમાં 4 સિસ્કર ફટકારી બનાવ્યો રેકોર્ડ
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઈતિહાસમાં 200 છગ્ગા પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
Rohit Sharma 200 Sixes: રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઈતિહાસમાં 200 છગ્ગા પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયા સાથેની મેચ પહેલા રોહિતે તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં 195 સિક્સર ફટકારી હતી, પરંતુ હવે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 5 સિક્સર ફટકાર્યા બાદ તેણે 200 સિક્સરનો આંકડો સ્પર્શી લીધો છે. આ મેચમાં રોહિતે મિચેલ સ્ટાર્કની ઓવરમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારીને કુલ 29 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની આ જ મેચમાં રોહિતે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે ત્રીજી સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી છે.
200 છગ્ગા પૂરા કર્યા
રોહિત શર્માએ લાંબા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ પોતાના કરિયરની 157મી T20 મેચમાં 200 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ યાદીમાં બીજા સ્થાને ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે, જેણે અત્યાર સુધીમાં 173 સિક્સર ફટકારી છે. ત્રીજા નંબર પર રહેલા જોસ બટલર તેનાથી ઘણો પાછળ છે, જેણે અત્યાર સુધી 137 સિક્સર ફટકારી છે. જો આપણે T20 ક્રિકેટમાં બીજા નંબર પર સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટ્સમેન વિશે વાત કરીએ તો તે છે સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમારે અત્યાર સુધી 66 મેચમાં 129 સિક્સર ફટકારી છે.
ભારત માટે ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી
ઓસ્ટ્રેલિયા સામેની સુપર-8 મેચમાં વિરાટ કોહલી વહેલો આઉટ થયો હોવા છતાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે સતત ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને માત્ર 19 બોલમાં તેની અડધી સદી પૂરી કરી, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી ત્રીજી સૌથી ઝડપી અડધી સદી છે. તેના પહેલા કેએલ રાહુલે 2021 વર્લ્ડ કપમાં 18 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હજુ પણ યુવરાજ સિંહના નામે છે, જેણે 2007 વર્લ્ડ કપમાં માત્ર 12 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.
હિટમેન રોહિતે 224.39ના સ્ટ્રાઈક રેટથી 41 બોલમાં 92 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. મિચેલ સ્ટાર્કે તેને બોલ્ડ કર્યો હતો. ભલે રોહિત શર્મા સદી ચૂકી ગયો હોય પરંતુ તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.
સોમવારે ઓસ્ટ્રેલિયા સામે T20 વર્લ્ડ કપ 2024 સુપર 8ની રમત દરમિયાન ભારતના કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત દેશ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. રોહિતે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં વિરાટ કોહલીના 4,103 રનની સંખ્યાને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી હતી. કોહલી પાંચ બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો.
બાબર આઝમના 4145 રનને પાછળ છોડીને રોહિત શર્મા T20I દરમિયાન સૌથી વધુ રન-સ્કોરર પણ બન્યો હતો. તેણે T20I માં 157 મેચોમાં 150 ઇનિંગ્સ રમી છે જેમાં સૌથી વધુ સ્કોર 121 અણનમ રહ્યો છે.