IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Ravichandran Ashwin: ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવારે અચાનક નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.
Ravichandran Ashwin: ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવારે અચાનક નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. તેણે રમતના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે, તે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અને આઈપીએલ રમવાનું ચાલુ રાખશે. અશ્વિન કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ દરમિયાન રોહિતે ખુલાસો કર્યો કે તેણે આર અશ્વિનને પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ નહી લેવાનું કહ્યું કહ્યું હતું. અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચ્યા બાદ જ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. એડિલેડ ડે નાઈટ ટેસ્ટમાં રમનાર અશ્વિનને પર્થ અને બ્રિસ્બેનમાં રમાનારી ટેસ્ટ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. રોહિતે ખુલાસો કર્યો કે અશ્વિન ટીમ છોડીને 19 ડિસેમ્બરે ઘરે પાછો જશે.
#Ashwin has announced his retirement from all forms of international cricket!
— Star Sports (@StarSportsIndia) December 18, 2024
With 765 wickets across formats, he bows out as one of the greatest spinners of all time. Go well, @ashwinravi99 ! 🙌 pic.twitter.com/alfjOj4IDm
રોહિતને અશ્વિનની નિવૃત્તિ વિશે પર્થ પહોંચ્યા પછી ખબર પડી
અશ્વિનના નિવૃત્તિના નિર્ણય પછી રોહિતે ખુલાસો કર્યો કે જ્યારે તે પર્થ પહોંચ્યો ત્યારે તેને અશ્વિનના નિર્ણય વિશે જાણ થઈ હતી. ભારતીય કેપ્ટને ખુલાસો કર્યો કે અશ્વિન ટીમની યોજનાઓ અને સંયોજનોને સમજે છે અને તેથી બ્રિસ્બેનમાં રમાયેલી મેચ બાદ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિતે કહ્યું હતું કે, 'જ્યારે હું પર્થ આવ્યો ત્યારે મેં આર અશ્વિનની નિવૃત્તિ વિશે સાંભળ્યું. હું ટેસ્ટના પહેલા થોડા દિવસો ત્યાં નહોતો. ત્યારથી આ વાત તેના મગજમાં હતી. દેખીતી રીતે આની પાછળ ઘણી બાબતો છે.
'અશ્વિન કોમ્બિનેશન વિશે સમજે છે'
રોહિતે કહ્યું, 'આનો જવાબ અશ્વિન પોતે જ આપી શકશે. તે સમજે છે કે આપણે કેવા સંયોજન વિશે વિચારી રહ્યા છીએ. અમે અહીં આવ્યા ત્યારે પણ અમને ખાતરી નહોતી કે કયો સ્પિનર રમવા જઈ રહ્યો છે. અમે માત્ર એનું મૂલ્યાંકન કરવા માગીએ છીએ કે અમે કેવા પ્રકારની પરિસ્થિતિઓમાં રમીશું. પણ હા, જ્યારે હું પર્થ પહોંચ્યો ત્યારે અમે વાત કરી અને કોઈક રીતે તેને પિંક બોલની ટેસ્ટ મેચમાં રહેવા માટે મનાવી લીધો. આવું એટલા માટે થયું કારણ કે તેમને લાગ્યું કે જો અત્યારે સીરિઝમાં મારી જરૂર નથી, તો સારું રહેશે કે હું રમતને અલવિદા કહી દઉં.
'અશ્વિનને નિર્ણય લેવાની છૂટ છે'
રોહિતે કહ્યું, 'અશ્વિનને ધ્યાનમાં રાખીને જો તે આવું વિચારે છે તો આપણે તેને આવું વિચારવાની મંજૂરી આપવી જોઈએ. આપણે બધાએ તેના નિર્ણયનું સમર્થન કરવું જોઈએ. હું અત્યારે આ જ વિચારી રહ્યો છું અને ગૌતમ ગંભીરની પણ આ જ માનસિકતા છે. મહત્વપૂર્ણ છે કે તેના જેવા ખેલાડી, જેણે ટીમ સાથે શાનદાર પળો વિતાવી હોય તેને આવો નિર્ણય લેવાની છૂટ છે.