શોધખોળ કરો

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

Ravichandran Ashwin Retirement: 38 વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બૉલર છે. તેના નામે કુલ 537 ટેસ્ટ વિકેટ છે

Ravichandran Ashwin Retirement: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગાબા ટેસ્ટ ડ્રૉ થયા બાદ રવિચંદ્રન અશ્વિને આની જાહેરાત કરી હતી. પાંચમા દિવસે મેચ બંધ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાના સભ્યો ડ્રેસિંગ રૂમમાં હાજર હતા, આ દરમિયાન રવિચંદ્રન અશ્વિને વિરાટ કોહલીને ગળે લગાવ્યો હતો.

આ પછી સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ શરૂ થઈ કે અશ્વિન ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે. મેચમાં બ્રેક દરમિયાન અશ્વિને ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ ગૌતમ ગંભીર સાથે પણ વાત કરી હતી. આના થોડા સમય બાદ તેઓ પ્રેસ કૉન્ફરન્સમાં આવ્યો અને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

38 વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બૉલર છે. તેના નામે કુલ 537 ટેસ્ટ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેને ભારત માટે 37 વખત એક ઇનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. વળી, તેણે સૌથી વધુ સંખ્યામાં પ્લેયર ઓફ ધ સીરીઝ એવોર્ડ્સ (11 વખત) જીત્યા છે, જે મુરલીધરનની બરાબર છે. સ્પિનર ​​તરીકે તેનો બૉલિંગ સ્ટ્રાઈક રેટ 50.7 (200+ વિકેટ) છે, જે સૌથી વધુ છે.

ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનો બૉલિંગ રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો હતો. તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે સતત ટેસ્ટ ટીમમાં રહ્યો છે. અશ્વિને 106 ટેસ્ટ મેચમાં 24.00ની એવરેજથી 537 વિકેટો લીધી છે. આ દરમિયાન અશ્વિને 37 ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં 8 વખત 10 વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 7/59નું છે. જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13/140 રહ્યું છે.

અશ્વિને 116 વનડે ઈન્ટરનેશનલ મેચોમાં 33.20ની એવરેજથી 156 વિકેટ લીધી છે. ODIમાં તેનું શ્રેષ્ઠ બૉલિંગ વિશ્લેષણ 25 રનમાં ચાર વિકેટ હતી. બીજી તરફ, અશ્વિને 65 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 23.22ની સરેરાશથી 72 વિકેટ લીધી હતી. T20 ઇન્ટરનેશનલમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આઠ રનમાં ચાર વિકેટનું રહ્યું છે.

જો આપણે બેટિંગ રેકોર્ડની વાત કરીએ તો, અશ્વિન ખાસ કરીને ટેસ્ટ મેચોમાં ઘણો સારો હતો. અશ્વિને 151 ટેસ્ટ ઇનિંગ્સમાં 25.75ની એવરેજથી 3503 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 14 અડધી સદી ફટકારી હતી. વન-ડે ઇન્ટરનેશનલમાં તેણે 63 ઇનિંગ્સમાં 707 રન બનાવ્યા છે. વળી, T20 ઇન્ટરનેશનલમાં, અશ્વિન 19 ઇનિંગ્સમાં માત્ર 184 રન બનાવી શક્યો હતો.

અશ્વિન ટેસ્ટ ક્રિકેટનો રેકોર્ડ 
બૉલિંગ- 106 ટેસ્ટ, 537 વિકેટ, 7/59 ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બૉલિંગ, 13/140 મેચોમાં શ્રેષ્ઠ બૉલિંગ, 24.00 એવરેજ- 106 ટેસ્ટ, 151 ઇનિંગ્સ, 3503 રન, 124 સૌથી વધુ, 25.75 એવરેજ.

અશ્વિનની ટેસ્ટ સદી - 
103 રન વિ વેસ્ટ ઈન્ડિઝ, મુંબઈ, 2011
124 રન વિ વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા, 2013
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 113 રન, નોર્થ સાઉન્ડ, 2016
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 118 રન, સેન્ટ લુસિયા, 2016
106 રન વિ ઈંગ્લેન્ડ, ચેન્નાઈ, 2021
113 રન વિ બાંગ્લાદેશ, ચેન્નાઈ, 2024

આ પણ વાંચો

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget