IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
IND vs AUS 5th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર, 3 જાન્યુઆરીથી પાંચમી ટેસ્ટ મેચ રમાશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
India Playing 11 for 5th Test Vs Australia: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શુક્રવાર, 3 જાન્યુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-2થી પાછળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કોઈપણ ભોગે આ મેચ જીતીને શ્રેણી ડ્રો કરવા ઈચ્છશે. અહીં જાણો આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય
ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ છે. રોહિત પહેલા મિડલ ઓર્ડરમાં રન બનાવવા નિષ્ફળ રહ્યો અને પછી ઓપનિંગમાં પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. આ સિરીઝમાં અત્યાર સુધી રોહિત માત્ર 31 રન જ બનાવી શક્યો છે. તે માત્ર એક જ વખત ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો છે. આવી સ્થિતિમાં, પાંચમી ટેસ્ટમાં તેના રમવા પર સસ્પેન્સ છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે રોહિતની જગ્યાએ શુભમન ગિલ ટીમમાં વાપસી કરી શકે છે.
આકાશદીપ ઈજાના કારણે બહાર
આકાશદીપને પીઠમાં સમસ્યા છે. તે સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ નહીં રમે. ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. આવી સ્થિતિમાં તેમના સ્થાને હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે. ટીમ ઈન્ડિયા સિડનીમાં પણ ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.
ઋષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલ?
એવા પણ સમાચાર છે કે ઋષભ પંત સિડની ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. ઋષભ આ શ્રેણીમાં ઘણી વખત બેજવાબદાર શોટ રમીને આઉટ થયો છે. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ ધ્રુવ જુરેલને તક મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે, પંતની હકાલપટ્ટી કરવી એટલી સરળ નથી, કારણ કે તેણે એકલા હાથે ઘણી વખત મેચની દિશા બદલી શકે છે.
પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા/શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા/ હર્ષિત રાણા.
આ પણ વાંચો....