RR vs PBKS, IPL 2023: પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં રાજસ્થાનને 5 રનથી હરાવ્યું, એલિસની 4 વિકેટ
RR vs PBKS Live Score: IPL 2023 ની આઠમી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો...
LIVE
Background
RR vs PBKS Live Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 8મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીમાં રમાશે. રાજસ્થાને આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં હૈદરાબાદને 72 રને હરાવ્યું હતું. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. પંજાબની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતી. તે પંજાબ દ્વારા ડકવર્થ-લુઈસ નિયમ દ્વારા જીતવામાં આવી હતી. હવે રાજસ્થાન અને પંજાબ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે.
રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો તેમાં કદાચ કોઈ ફેરફાર નહીં થાય. ટીમ ઓપનિંગ માટે જોસ બટલર અને યશસ્વીને મેદાનમાં ઉતારી શકે છે. દેવદત્ત પડિક્કલ છેલ્લી મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. જો કે આ હોવા છતાં તેને તક મળી શકે છે. રિયાન પરાગ અને જેસન હોલ્ડર પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ મેદાન પર દેખાઈ શકે છે.
પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. ધવનની સાથે પ્રભસિમરન સિંહ ઓપનિંગ માટે મેદાનમાં આવી શકે છે. ભાનુકા રાજપક્ષે અને જીતેશ શર્મા પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. સેમ કર્રન, સિકંદર રઝા અને હરપ્રીત બ્રાર પણ મેદાનમાં ઉતરી શકે છે.
આ મેચ ગુવાહાટીમાં રમાશે. આ મેદાન રાજસ્થાનના ખેલાડી રિયાન પરાગનું હોમ ગ્રાઉન્ડ છે. તેઓ આ મેચમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે. રેયાન 38 રન બનાવતાની સાથે જ T20 ફોર્મેટમાં 1500 રન પૂરા કરી લેશે. આ સાથે જ ટ્રેન્ટ બોલ્ટ પાસે પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરવાની તક છે. બોલ્ટ IPLની 100 વિકેટ પૂરી કરી શકે છે. આ માટે તેમને 6 વિકેટની જરૂર પડશે. કેપ્ટન સંજુ સેમસન રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. આ માટે તેને માત્ર 3 રનની જરૂર છે.
પંજાબની શાનદાર જીત
પંજાબની રાજસ્થાન સામે શાનદાર જીત થઈ છે. પંજાબે રાજસ્થાનને 5 રને હરાવી દીધું છે.
રાજસ્થાનને જીતવા માટે 24 બોલમાં 69 રનની જરૂર
રાજસ્થાન રોયલ્સે 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 24 બોલમાં 69 રનની જરૂર છે. શિમરોન હેટમાયર 6 રન અને ધ્રુવ 2 રન બનાવીને રમી રહ્યા છે.
રિયાન પરાગ અને દેવદત પડિકલ આઉટ
રિયાન પરાગ અને દેવદત પડિકલ બન્ને પેવેલિયન પરત ફર્યા છે. રિયાન પરાગ 20 રને અને દેવદત્ત પડિકલ 21 રન બનાવી આઉટ થયો છે.
રાજસ્થાને 14 ઓવરમાં 121 રન બનાવ્યા
રાજસ્થાન રોયલ્સે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 36 બોલમાં 77 રનની જરૂર છે. રિયાન પરાગ 11 બોલમાં 20 રન અને દેવદત્ત પડિકલ 25 બોલમાં 21 રન રમી રહ્યા છે.
રાજસ્થાનને જીતવા માટે 72 બોલમાં 128 રનની જરૂર
રાજસ્થાન રોયલ્સે 8 ઓવરમાં 70 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 72 બોલમાં 128 રનની જરૂર છે. સંજુ 16 બોલમાં 33 રન અને દેવદત્ત 5 રને રમી રહ્યો છે.