T20 World Cup 2022માં નહીં રમે દુનિયાના આ 5 ખતરનાક ખેલાડીઓ, ભારત સહિત આ દેશોને થશે નુકસાન
ભારતના બે દિગ્ગજ ખેલાડી આ ટી20 વર્લ્ડકપમાં નહીં રમે. ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને બેક ઇન્જરી થઇ છે. જોકે તેને ફિટ થઇને પરત ફરતા લગભગ છ મહિનાનો સમય લાગી શકે છે.
T20 World Cup 2022 Jasprit Bumrah Ravindra Jadeja Shaheen Afridi: ટી20 વર્લ્ડકપ 2022 ના 16 ઓક્ટોબરથી શરૂઆત થઇ જશે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનુ છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં દુનિયાના 5 બેસ્ટ ક્રિકેટરો સામેલ નહીં થાય. આ કારણે તેમની ટીમોનો નુકસાન પણ થવાનુ છે. ભારતના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે બહાર થઇ ગયા છે, જ્યારે ઇંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને જૉની બેયરર્સ્ટો નહીં રમે. પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહીન શાહ આફ્રિદી પણ ઇજાના કારણે બહાર છે.
ભારતના બે દિગ્ગજ ખેલાડી આ ટી20 વર્લ્ડકપમાં નહીં રમે. ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને બેક ઇન્જરી થઇ છે. જોકે તેને ફિટ થઇને પરત ફરતા લગભગ છ મહિનાનો સમય લાગી શકે છે. જે કારણે તેને વર્લ્ડકપ ગુમાવવાનો વારો આવ્યો છે. વળી, રવીન્દ્ર જાડેજાને આ વર્ષે એશિયા કપ 2022માં હોંગકોંગ સામે રમતી વખતે ઇજા પહોંચી હતી, તે ઓગસ્ટમાં બાદ મેદાનમાં દેખાયો નથી. ભારતને આ બે સ્ટાર ખેલાડીઓની ખોટ ટી20 વર્લ્ડકપમાં પડી શકે છે.
પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહીન શાહ આફ્રિદી ઇજાના કારણે એશિયા કપ 2022માં ન હતો રમી શક્યો. જોકે, બાદમાં સમાચાર આવ્યા હતા કે ટી20 વર્લ્ડકપ રમી શકે છે. હવે તેના ટી20 વર્લ્ડકપ રમવા પર પણ સસ્પેન્સ છે, હાલમાં તે વિદેશમાં સારવાર લઇ રહ્યો છે. શાહીન શાહને શ્રીલંકા સામેની જુલાઇની ટેસ્ટ મેચ દરમિયાન ઇજા પહોંચી હતી.
ઇંગ્લેન્ડ ટીમની વાત કરીએ તો આ ટી20 વર્લ્ડકપમાં બે દિગ્ગજો બહાર છે. જૉન બેયરર્સ્ટો અને જોફ્રા આર્ચર ઇજાના કારણે ટી20 વર્લ્ડકપ 2022માંથી બહાર થઇ ગયા છે.
ઇજા થવાના કારણે ભારત, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડના ઘાતક ક્રિકેટરો ટી20 વર્લ્ડકપ નથી રમવાના, જેનુ નુકસાન તેમની ટીમને થઇ શકે છે.
ભારતની ટી20 વર્લ્ડકપની સફર-
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝ બાદ ભારતીય ટીમ સીધી 2022 ટી20 વર્લ્ડકપ રમવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. અહીં વૉર્મ અપ મેચોથી શરૂઆત કરશે.
ટી20 વર્લ્ડકપ 2022ની વૉર્મ અપ મેચો -
17 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
19 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
Team India Squad: બીસીસીઆઈ દ્વારા T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર. કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ. મોહમ્મદ સિરાજ.