SA vs WI: એક ટી20 મેચમાં 35 છગ્ગા અને 517 રન, દક્ષિણ આફ્રિકા-વેસ્ટ ઇન્ડિઝ મેચમાં તુટી ગયા કેટલાય રેકોર્ડ
ટી20 ક્રિકેટમાં અત્યારે દક્ષિણ આફ્રિકા સૌથી મોટો ટાર્ગેટ (259) ચેઝ કરનારી ટીમ બની ગઇ છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા (244)ના નામે હતો.
South Africa vs West Indies: દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી સેન્ચૂરિયનમાં રવિવારે રાત્રે (26 માર્ચ) રમાનારી ટી20 મેચમાં કેટલાય રેકોર્ડ તુટી ગયા, આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પહેલા બેટિંગ કરતાં 258 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો, અહીં દક્ષિણ આફ્રિકાની ટીમે 7 બૉલ બાકી રહેતા ટાર્ગેટને ચેઝ કરીને આ મેચ જીતી લીધી હતી. આ મેચમાં જે રીતે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો, તેનાથી ટી20 ક્રિકેટના કેટલાય રેકોર્ડ ધરાશાયી થઇ ગયા.
- ટી20 ક્રિકેટમાં અત્યારે દક્ષિણ આફ્રિકા સૌથી મોટો ટાર્ગેટ (259) ચેઝ કરનારી ટીમ બની ગઇ છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા (244)ના નામે હતો.
- આ મેચમાં કુલ 517 રન બન્યા, આ મેચ હવે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન પડનારી મેચ બની ગઇ છે. આના પહેલા મુલ્તાન વિરુદ્ધ ક્વેટા ગ્લેડિએટર્સની વચ્ચે PSL 2023ની એક મેચમાં 515 રન બન્યા હતા.
- દક્ષિણ આફ્રિકાએ પોતાની ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી મોટો સ્કૉર (259) બનાવ્યો. આ પહેલા પ્રૉટિયાઝ ટીમનો આ ફૉર્મેટમાં સર્વોચ્ચ સ્કૉર (241) હતો.
- વેસ્ટ ઇન્ડિઝે પણ આ મેચમાં પોતાની ટી20 ઇન્ટરનેશનલનો સૌથી વિશાળ સ્કૉર (258) ઉભો કર્યો. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ટી20માં સર્વોચ્ચ સ્કૉર (245) હતો.
- મેચ સૌથી વધુ બાઉન્ડ્રીઝ (81) વાળી રહી. આ પહેલા મુલ્તાન અને ક્વેટા ગ્લેડિએટર્સની વચ્ચે રમાયેલી PSL 2023 ની મેચમાં 78 બાઉન્ડ્રીઝ આવી હતી.
- આ મેચમાં કુલ 35 છગ્ગા પડ્યા, જે એક ટી20 મેચમાં સર્વાધિક છે. આ પહેલા બુલ્ગારિયા અને સર્બિયાની વચ્ચે એક મેચમાં 33 છગ્ગા પડ્યા હતા.
- વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોએ આ મેચમાં 22 છગ્ગા ફટકાર્યા, આ રેકોર્ડ એક ટી20 મેચમાં એક ટીમ દ્વારા ફટકારવામાંં આવેલા સર્વાધિક છગ્ગાના લિસ્ટમાં સંયુક્ત રીતે પહેલા નંબર પર છે. અફઘાનિસ્તાને પણ આયરલેન્ડ વિરુદ્ધ 2019 માં 22 છગ્ગા ફટકાર્યા હતા.
- આ મચેમાં ક્વિન્ટૉન ડીકૉકે 15 બૉલમાં જ પોતાની 50 ફિફ્ટી પુરી કરી લીધી હતી, તેને દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી ફાસ્ટ 50 રન બનાવવાના પોતાના જ રેકોર્ડ (17 બૉલ)ને તોડ્યો.
- દક્ષિણ આફ્રિકાએ 5.3 ઓવરમાં 100 રન બનાવ્યા, ટી20 ઇન્ટરનેશનલમાં પૂર્ણ સભ્ય દેશોમાં આ સૌથી ફાસ્ટ 100 રન રહ્યાં.
- વેસ્ટ ઇન્ડિઝના જૉન્સન ચાર્લ્સે 39 બૉલમાં સદી પુરી કરી લીધી. આ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંયુક્ત રીતે ચૌથુ સૌથી ફાસ્ટ શતક છે.
WPL 2023: મહિલા આઈપીએલની પ્રથમ સિઝનની વિજેતા બની મુંબઈ ઈન્ડિયન્સ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ, પ્રાઇઝ મની સહિતની તમામ વિગત
WPL 2023: વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ 26 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ છેલ્લી ઓવરમાં દિલ્હીને 7 વિકેટે હરાવીને મહિલા IPLની પ્રથમ સિઝન જીતી લીધી હતી. પ્રથમ મહિલા IPL ખતમ થયા બાદ મોટાભાગના લોકોના મનમાં એક પ્રશ્ન છે કે વિજેતા ટીમની ઈનામી રકમ કેટલી છે. જો તમારા મનમાં પણ આવો જ સવાલ છે તો ચાલો તમને આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને એવોર્ડ જીતનાર વિજેતા, રનર અપ તેમજ ખેલાડીઓની ઈનામની રકમ વિશે જણાવીએ.
મહિલા આઈપીએલ પ્રાઈઝ મની
વિમેન્સ પ્રીમિયર લીગ 2023 જીતનાર ટીમને 6 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું. ફાઈનલ મેચમાં હારનાર ઉપવિજેતા ટીમને 3 કરોડ રૂપિયાની પ્રાઇમ મની આપવામાં આવી. આ સિવાય એલિમિનેટરમાં હારીને બહાર થઈ ગયેલી ટીમ યુપી વોરિયર્સને પણ 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોથા અને પાંચમા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની ટીમને કંઈ નહીં મળે.
કોને કયો એવોર્ડ મળ્યો
- પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ મેચ - રાધા યાદવ, દિલ્હી કેપિટલ્સ, ટ્રોફી અને રૂ. 1 લાખ
- પ્લેયર ઓફ ધ મેચ - નેટ સીવર-બ્રન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ, ટ્રોફી અને રૂ. 2.5 લાખ
- સિઝનની પાવરફુલ સ્ટ્રાઈક - સોફી ડિવાઈન, આરસીબી, ટ્રોફી અને રૂ. 5 લાખ
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન - યસ્તિકા ભાટિયા - ટ્રોફી અને રૂ. 5 લાખ
- ફેરપ્લે એવોર્ડ - મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ
- કેચ ઓફ ધ સીઝન - હરમનપ્રીત કૌર, મુંબઈ ઈન્ડિયન્સ, ટ્રોફી અને રૂ. 5 લાખ
- સૌથી વધુ વિકેટ, પર્પલ કેપ - હેલી મેથ્યુસ, મુંબઈ ઈન્ડિયન્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
- સૌથી વધુ રન, ઓરેન્જ કેપ - મેગ લેનિંગ, દિલ્હી કેપિટલ્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન - હેલી મેથ્યુસ, મુંબઈ ઈન્ડિયન્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ