Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : રોંગ સાઇડમાં સ્પીડમં આવતા વાહનોના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. જેના પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે સખત પગલા લેવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે દંડ ફટકારવાની સાથે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનાર સામે આ પ્રકારની કાર્યવાહ પણ કરશે,

Ahmedabad News : અમદાવાદમાં રોગ સાઇડમાં વાહન ચલાવશો તો હવે માત્ર દંડ ભરીને મુક્તિ નહિ મળે પરંતુ આપના વિરૂદ્ધ ટ્રાફિના ઉલ્લંઘનને લઇને ફરિયાદ પણ થશે.અમદાવાદમાં સતત વધતા જતાં ટ્રાફિક અને તેમાં પણ રોંગ સાઇડમાં વાહન ચાલવવાના વલણના કારણે અકસ્માતની સંખ્યા વધી છે. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા વાહનોના કારણે અનેક વખત નિર્દોષ અકસ્માતનો ભોગ બને છે. આ સ્થિતિને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે હવે સખત વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં વધતાં જતાં અકસ્માતના કારણે હાઇકોર્ટ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. આ પગલે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ છે અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે સખત કાર્યવાહી કરવાનું નકક્ી કર્.યું છે.
શહેરમાં કોઈપણ નાગરીક રોંગ સાઇડ વાહન ચલાવશે તો, હવે પછી થી તેઓના વિરુદ્ધ FIR નોંધી ધરપકડ કરવામાં આવશે. જેથી તમામ નાગરિકોને વિનંતિ છે કે, રોંગ સાઈડ વાહન ન ચલાવશો.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #wrongside #followtrafficrules #ahmedabad @GujaratPolice pic.twitter.com/WmP2huxvZR
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) March 21, 2025
અમદાવાદમાં આ વિસ્તારમાં વધુ રોંગસાઇડમાં ચાલે છે વાહન
, નારોલ સર્કલ, ગોતાબ્રિજ, સિટી સેન્ટરથી જીવરાજ ટાવર, વસ્ત્રાલ રિંગ રોડ, વિક્ટોરિયા ગાર્ડન, વીજળીઘર, સરખેજ ઢાળ, વિશાલા સર્કલ, નહેરૂબ્રિજ બીટ વિસ્તાર, ગીતામંદિર ચાર રસ્તા, કાગડાપીઠ ટી ગેલેક્સી ચાર રસ્તા, નરોડા પાટિયા સર્કલ, ઈસરો ઢાળ, પ્રભાત ચોક, ઉમિયા હોલ ત્રણ રસ્તા, એઈસી, હેલ્મેટ ચાર રસ્તા, ઈસ્કોન, પકવાન, સાણંદ સર્કલ, અખબારનગર, ખોડિયાનગર મંદિર ચાર રસ્તા. અજીતમિલ,ગરીબનગર, રખિયાલ, રામબાગથી ઈસનપુર ચાર રસ્તા,. આ તમાન રસ્તા પર લોકો વધુ રોંગસાઇડમાં વાહન ચલાવીને ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરે છે. જેને લઇને આ ખાસ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ એકશન મોડમાં છે અને રોંગ સાઇડથી આવતાં વાહન ચાલકને દંડ ફટકારવાની સાથે એફઆઆઇ પણ નોંધશે.
ઉલ્લેખનિય છે કે,હાઇકોર્ટે ની ટકોર બાદ ટ્રાફિક પોલીસે 23 દિવસમાં રૂ 13.21 કરોડ દંડ ફટકાર્યો. તો ચાલુ વર્ષ 2025 ના અઢી મહિના માં 6.84 લાખ કેસ કરી રૂપિયા 45 કરોડ નો દંડ ફટકાર્યો છે.આ ડ્રાઇવ સૌથી વધુ હેલ્મેટ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં ચાલુ વર્ષ 2025 ના અઢી મહિનામાં 6.84 લાખ વાહન ચાલકો કેસ કરી તેની સામે 45 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
