Rajkot Accident : રાજકોટમાં પૂરપાટ આવતી ટ્રકની ટક્કરે એકનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
Rajkot Accident : રાજકોટમાં પૂરપાટ આવતી ટ્રકની ટક્કરે એકનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
Rajkot Accident : રાજકોટમાં રફતાર નો કહેર યથાવત છે. રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અટીકા ફાટક પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ટ્રક હડફેટે આવી જતા એક વ્યક્તિનું મોત . પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અટીકા ફાટક પાસે પુરપાટ આવતી ટ્રકે એક વ્યક્તિને અડફેટે લીધી હતી. જેમાં વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




















