Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast: આજથી આકરો તાપ સહન કરવો તૈયાર રહેજો, ગરમીનો તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Weather Forecast:ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. ખાસ કરીને આજથી રાજકોટ સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાટણમાં તાપમાનનો પારો એકથી બે ડીગ્રી ઉંચે જાય તેવી શક્યતા જોવાઇ રહી છે એટલે કે 37 ડિગ્રીને પાર તાપમાનનો પારો જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 23 માર્ચ બાદ એટલે કાલથી ગુજરાતમાં નોંઘનિય રીતે તાપમાનમાં વધારો થશે. ખાસ કરીને 23 માર્ચ બાદ સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, કચ્છના વિસ્તારોમાં તાપમાનનો વઘારો જોવા મળશે, આ વિસ્તારમાં તાપમાન 40ને આંબે તેવી પુરેપરી શક્યતા છે. 25 માર્ચ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40ને પાર જાય તેવી શકયતા છે. ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં તાપમાનો પારો 40ને પણ ક્રોસ કરે તેવી આગાહી છે.
હવે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો અહીં 22થી 24 દરમિયાન ભેજવાળા વાતાવરણ સાથે ગરમી પણ વધતી અનુભવાશે એટલે આ વિસ્તારોમાં અસહ્ય બફારાનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર પશ્ચિમ તરફથી ફૂકાતા ગરમ પવનોના કારણે 25 માર્ચ બાદ ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થશે
આ વિસ્તારમાં પડશે વરસાદ
શનિવારે દેશના 20 રાજ્યોમાં વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં શુક્રવારથી હવામાનમાં પલટો આવ્યો છે. દમોહ, સાગર, મંડલા, ડિંડોરી અને સિંગરૌલી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આજે પણ વરસાદનું એલર્ટ છે.રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઘણા જિલ્લાઓમાં હવામાન બદલાઈ રહ્યું છે. શુક્રવારે જયપુર, નાગૌર, બિકાનેર, જેસલમેર, જોધપુર સહિત ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આજથી હવામાન ચોખ્ખું થશે.હવામાન વિભાગે શુક્રવારે સાંજે 5:30 વાગ્યાથી 24 માર્ચે સવારે 8:30 વાગ્યાની વચ્ચે તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરીય પવનની અસરને કારણે રાજસ્થાનમાં તાપમાન સામાન્ય થઈ ગયું છે. શુક્રવારે ગરમીથી લોકોને રાહત મળી હતી., તમામ શહેરોમાં દિવસનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના મતે રાજ્યમાં લોકોને 24 માર્ચ સુધી ગરમીથી રાહત મળશે અને 25 માર્ચથી પવનની દિશા બદલાઈ શકે છે. આ સાથે પશ્ચિમી પવનની અસર વધશે અને જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ ગરમી પણ વધવા લાગશે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં હવામાન શુષ્ક રહ્યું હતું. મોડી સાંજે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના બિકાનેર, ગંગાનગર, હનુમાનગઢ, ચુરુના વિસ્તારોમાં હળવો ઠંડો પવન ફૂંકાયો હતો. ગઈકાલે બાડમેરમાં દિવસનું સૌથી વધુ તાપમાન 37.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જાલોરમાં મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી, જેસલમેરમાં 35.2, જોધપુર 35.4, બિકાનેર 35.3, ચુરુ 33.9, ગંગાનગર 33.8, ઉદયપુર 32.6, ચિત્તોડગઢ 36, કોટા 34.4 અને અજમેરેલમાં 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
