શોધખોળ કરો
Advertisement
રોહિત-કોહલીએ નહીં પણ સચિન-ગાંગુલીએ બહુ ફટકાર્યા છે ફાસ્ટ બૉલરોનેઃ ઇયાન ચેપલ
પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું કે, રોહિત અને કોહલી હાલ સફેદ બૉલની સર્વશ્રેષ્ઠ જોડી છે, તેમનો વનડે અને ટી20માં સંયુક્ત રેકોર્ડ પણ શાનદાર છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલનુ માનવુ છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને શર્માની સરખામણીમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને સચિન તેંદુલકરે સર્વશ્રેષ્ઠ બૉલરોનો સામનો કર્યો છે. તે બન્નેએ વર્લ્ડના ક્લાસ બૉલરોને પણ ફટકાર્યા છે. ચેપલે આ વાત એક સ્પોર્ટ્સ મીડિયામાં પોતાની કૉલમમાં કહી છે.
ઇયાન ચેપલે કૉલમમાં લખ્યુ કે એવો તર્ક આપવામાં આવે છે કે, કોહલી અને રોહિત શર્મા ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો છે, પણ એવુ નથી તેમને મોટો પડકાર સચિન અને ગાંગુલી આપે છે. સચિન-ગાંગુલીને જોડીએ 15 વર્ષ સુધી આંતરાષ્ટ્રીય લેવલના ટૉપના બૉલરોને પરેશાન કરીને મુકી દીધા હતા. ચેપલે કહ્યું કે, ગાંગુલી અને સચિને પોતાની કેરિયરનો મોટો ભાગનો સમય દુનિયાના સર્વશ્રેષ્ઠ બૉલરોની સામે ઇનિંગની શરૂઆત કરીને વિતાવ્યો છે.
ચેપલે લખ્યું કે, પાકિસ્તાનના વસીમ અકરમ અને વકાર યૂનિસ, વેસ્ટ ઇન્ડિઝના કર્ટલી એમ્બ્રૉસ અને કર્ટની વૉલ્શ, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા અને બ્રેટલી, દક્ષિણ આફ્રિકાના એલન ડોનાલ્ડ અને શૉન પોલોક, તથા શ્રીલંકાના લસિથ મલિંગા અને ચામિન્ડા વાસનો કર્યો છે, આ બૉલરોનો સામનો કરવો કોઇપણ બેટ્સમેન માટે કૌશલ્યની અસલી પરીક્ષા સાબિત થતી હતી.
પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું કે, રોહિત અને કોહલી હાલ સફેદ બૉલની સર્વશ્રેષ્ઠ જોડી છે, તેમનો વનડે અને ટી20માં સંયુક્ત રેકોર્ડ પણ શાનદાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion