શોધખોળ કરો

ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા આ ટુનામેન્ટમાં રમશે Sanju Samson

જોકે, સંજૂ સેમસન આનાથી નિરાશ નથી અને ટીમમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે.

વિકેટ-કીપર બેટ્સમેન સંજૂ સેમસનને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન છતાં બાંગ્લાદેશ પ્રવાસ માટેની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જોકે, સંજૂ સેમસન આનાથી નિરાશ નથી અને ટીમમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. સંજુ સેમસને પોતાને રણજી ટ્રોફી માટે ઉપલબ્ધ જાહેર કર્યો છે. તે ત્યાં શાનદાર પ્રદર્શન કરીને ફરીથી પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરશે.

સંજૂ સેમસન કેરળ માટે રણજી ટ્રોફીમાં ભાગ લેશે. રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવા માટે સંજૂ સેમસને કોચીમાં નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. સંજૂ ઉપરાંત સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ તરફથી રણજી ટ્રોફીમાં ભાગ લેતો જોવા મળશે.

રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવું પડશે

જો કે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર કેપ્ટન શિખર ધવને સંજૂ સેમસનને ટીમની બહાર રાખવાનું કારણ આપ્યું હતું. ધવને કહ્યું હતું કે, જો ખેલાડીને પ્લેઈંગ 11માં સ્થાન ન મળે તો તેને નિરાશાનો સામનો કરવો પડે છે. ઘણી વખત એવું બને છે કે સારું પ્રદર્શન કરવા છતાં તમને સ્થાન નથી મળતું. આવી સ્થિતિમાં કોચ અને કેપ્ટને ખેલાડીઓ સાથે વાત કરતા રહેવું પડે છે. સંજૂને કહેવામાં આવે છે કે તેને ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યો નથી. તે ટીમ કોમ્બિનેશનમાં ફિટ નથી.

જો કે, સંજૂ સેમસન માટે ઓછી તકોને કારણે ચાહકોમાં ઘણી નિરાશા છે. સેમસન માટે ટીમમાં વાપસીનો રસ્તો સરળ નથી. ભારતે આગામી શ્રેણી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમવાની છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વનડે શ્રેણી રમશે. સંજૂ સેમસન આ શ્રેણીમાં વાપસી કરી શકે છે. જોકે,  સેમસને ટીમમાં વાપસી કરવા માટે પહેલા રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવું પડશે.

Ind vs Bang, 2nd ODI: મહેદી હસનની શાનદાર સદી, ભારતને જીતવા 272 રનનો ટાર્ગેટ

IND vs BAN, 2nd ODI:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી બીજી એક દિવસીય મેચમાં બાંગ્લાદેશે ભારતને જીતવા 272 રનના ટોર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 271 રન બનાવ્યા હતા. મહેદી હસને 83 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. મહમૂદુલ્લાહે 77 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 37 રનમાં 3, ઉમરાન મલિકે 58 રન બે તથા મોહમ્મદ સિરાજે 73 રનમાં 2 વિકેટ લીધી હતી.

હસન-મહમૂદુલ્લાહની શાનદાર ભાગીદારી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની નબળી શરૂઆત થઈ હતી. 11 રને પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ 69 રન સુધીમાં 6 વિકેટ ગુમાવી હી. જે બાદ મહમૂદુલ્લાહ (77 રન) અને મહેદી હસન મિરાઝ (100 રન)એ સાતમી વિકેટ માટે 148 રન ઉમેર્યા હતા. બાંગ્લાદેશ સામેની બીજી મેચની બીજી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને બોલ વાગ્યા બાદ તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેને મેદાન છોડવું પડ્યું. ઈજા ગંભીર હોવાનું જણાયું હતું. જ્યારે તે મેદાનની બહાર જઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી લોહી ટપકતું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
Embed widget