શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ભડક્યો શાહીદ આફ્રીદી, કહ્યું- અમદાવાદની પિચમાં ભૂત છે શું ?

એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલ પર રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક હાઇબ્રિડ મોડલનું સૂચન કર્યું હતું, જેના પર BCCI સહમત થઈ ગયું છે.

Shahid Afridi On PCB & World Cup 2023: એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલ પર રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક હાઇબ્રિડ મોડલનું સૂચન કર્યું હતું, જેના પર BCCI સહમત થઈ ગયું છે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતકાળમાં કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે આપણા દેશમાં નહીં આવે તો અમારી ટીમ વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત નહીં જાય, પરંતુ હવે પીસીબીએ આના પર યુ-ટર્ન લીધો. જો કે   ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને આવી શકે છે.

'શું તે અગનજ્વાળા બહાર કાઢે છે,  જાઓ, રમો અને જીતો...'

તાજેતરમાં પીસીબીએ કહ્યું હતું કે અમારી ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નહીં રમે. પીસીબીએ તેની પાછળ સુરક્ષા સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પીસીબીને ફટકાર લગાવી છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે અમદાવાદની પીચ જાદુઈ છે શું, જે પાકિસ્તાનના ખેલાડીઓ પર જાદુ કરી દેશે. આ સાથે જ તેણે સવાલ ઉઠાવતા કહ્યું કે અમદાવાદની પિચ પર રમવાનો કેમ ઈનકાર કરી રહ્યા છો ? શું તે આગ બહાર કાઢે છે અથવા તો શું ત્યાં ભૂત છે ? જાઓ, રમો અને જીતો. 

પાકિસ્તાનની  મેચ ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતામાં રમાડવામાં આવે - નઝમ સેઠી

ઉલ્લેખનીય છે કે, ICCના અધિકારીઓએ તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. PCB મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ નઝમ સેઠીએ ICC અધિકારીઓને કહ્યું હતું કે પાકિસ્તાન ઈચ્છતું નથી કે તેમની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય. આ સાથે નઝમ સેઠીએ ICC અધિકારીઓને ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતામાં પાકિસ્તાન સામે મેચ રમવા માટે વિનંતી કરી હતી. જો કે નઝમ સેઠીએ આઈસીસીના અધિકારીઓને કહ્યું કે જો નોક આઉટ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાય તો અમે રમવા માટે તૈયાર છીએ.   

ક્રિકેટ ફેન્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ હવે એશિયા કપ 2023ની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. ભારત અને પાકિસ્તાની ટીમો ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં આમને સામને ટકરાતી જોવા મળશે. તાજેતરમાં જ એશિયા કપ 2023ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગુરુવારે (15 જૂન) ટૂર્નામેન્ટની તારીખોની ઓફિશિયલ જાહેરાત કરી હતી. એશિયા કપ 2023 આગામી 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે. વળી, આ ટૂર્નામેન્ટ દ્વારા ભારત અને પાકિસ્તાનના ફેન્સ માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. હકીકતમાં ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ રોમાંચક મેચ જોવા મળી શકે છે.

ODI વર્લ્ડકપ 2023 પહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ જોવા મળી શકે છે. એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમનો સમાવેશ થાય છે. તમામ ટીમોને 3-3 ના બે જૂથોમાં વહેંચવામાં આવી છે, A અને B. ગૃપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમ છે, તો વળી. B ગૃપમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget