શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020: શાહરૂખે કોની સામે જોઈને બૂમ પાડીને કહ્યું- રાહુલ, નામ તો સુના હી હોગા.....
રાહુલ જ્યારે મેન ઓફ ધ મેચની ટ્રૉફી લઇને જઇ રહ્યો હતો ત્યારે ટીમના માલિક શાહરૂખ ખાને બૂમ પાડીને પોતાની ફિલ્મનો એક ફેમસ ડાયલૉગ,- 'રાહુલ, નામ તો સુના હોગા.' બોલ્યો હતો
નવી દિલ્હીઃ આઇપીએલ 13માં બુધવારે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ કોલકત્તા નાઇટ રાઇડર્સના બેટ્સમેન રાહુલ ત્રિપાઠીએ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવ્યા. રાહુલે મેચમાં 1 રનનો ઇનિંગ રમી અને આ કારણે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. પોતાની આ ઇનિંગ બાદ રાહુલને ટીમના માલિક શાહરૂખ ખાન સાથે મળવાનો મોકો મળ્યો. રાહુલ જ્યારે મેન ઓફ ધ મેચની ટ્રૉફી લઇને જઇ રહ્યો હતો ત્યારે ટીમના માલિક શાહરૂખ ખાને બૂમ પાડીને પોતાની ફિલ્મનો એક ફેમસ ડાયલૉગ,- 'રાહુલ, નામ તો સુના હોગા.' બોલ્યો હતો.
આને સાંભળીને કૉમેન્ટેટર અને બ્રૉડકાસ્ટર્સ હર્ષા ભોગલેની સાથે રાહુલ બન્ને હસવા લાગ્યા હતા. કોલકત્તાએ રાહુલ ત્રિપાઠીની અર્ધશતકીય ઇનિંગ બાદ ચેન્નાઇ સુપર કિંગ્સને 168 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, ચેન્નાઇ 157 રન જ બનાવી શકી હતી, અને કોલકત્તાએ મેચ જીતી લીધી હતી.
જીત બાદ શાહરૂખ ખાને ટીમના ખેલાડીઓની પણ પ્રસંશા કરી અને કહ્યું- અમે થોડાક રનો ઓછા બનાવ્યા હતા, પરંતુ બૉલરોએ આની ભરપાઇ કરી દીધી, ટીમના ખેલાડીઓએ સારુ કર્યુ, મને રાહુલ ત્રિપાઠીનો ઉલ્લેખ કરવો પડશે, નામ તો સાંભળ્યો હતુ, કામ તેનાથી પણ કમાલનુ છે.
રાહુલ નામ તો સુના હોગા... આ ડાયલૉગ શાહરૂખની 1997માં આવેલી હિટ ફિલ્મ દિલ તો પાગલ હૈ નો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion