શોધખોળ કરો
વનડે સીરીઝમાંથી 'ગબ્બર' થશે બહાર? આ ત્રણ ખેલાડીઓમાંથી એકને મળી શકે છે મોકો
એક રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ મેડિકલ ટીમે ધવનની ઇજાની તપાસ કરી છે, મેડિકલ ટીમે કહ્યું છે કે ધવનના ટાંકા રૂઝાવવામાં હજુ સમય લાગશે
![વનડે સીરીઝમાંથી 'ગબ્બર' થશે બહાર? આ ત્રણ ખેલાડીઓમાંથી એકને મળી શકે છે મોકો shikhar dhawan will be dropped out of ODI team india વનડે સીરીઝમાંથી 'ગબ્બર' થશે બહાર? આ ત્રણ ખેલાડીઓમાંથી એકને મળી શકે છે મોકો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/10121335/Dhawanaa-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં ગબ્બરના નામથી જાણીતા શિખર ધવનને હવે ટીમમાંથી બહાર થવાનો વારો આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ વનડે સીરીઝમાંથી બહાર થઇ શકે છે, જોકે, હાલ ટી20 સીરીઝમાંથી પણ ટીમમાંથી બહાર જ છે. ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી દરમિયાન ઇજા થઇ હતી.
રિપોર્ટ છે કે, આગામી ત્રણ વનડે મેચોની સીરીઝમાં ધવનને ટીમ ઇન્ડિયામાં જગ્યા નહીં મળે, ઇજાગ્રસ્ત ધવનની જગ્યાએ ભારતીય વનડે ટીમમાં મયંક અગ્રવાલ, શુભમન ગીલ કે પછી સંજૂ સેમસનને સામેલ કરવામાં આવી શકે છે. હાલમાં રમાઇ રહેલી ટી20 ટીમમાં ધવનની જગ્યાએ સંજૂ સેમસનને જગ્યા આપવામાં આવી છે, જોકે, હજુ સુધી રમવાનો મોકો નથી મળ્યો. ધવનના સ્થાને પૃથ્વી શૉને રમાડવા પર પણ ચર્ચા થઇ છે.
એક રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ મેડિકલ ટીમે ધવનની ઇજાની તપાસ કરી છે, મેડિકલ ટીમે કહ્યું છે કે ધવનના ટાંકા રૂઝાવવામાં હજુ સમય લાગશે.
વનડે સીરીઝ....
પ્રથમ વનડે- 15 ડિસેમ્બર, 2019 - ચેન્નાઇ
બીજી વનડે- 18 ડિસેમ્બર, 2019 - વિજાગ
ત્રીજી વનડે- 22 ડિસેમ્બર, 2019 - કટક
વેસ્ટ ઇન્ડિઝ સામેની હાલની વનડે ટીમ......
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, કેદાર જાધવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, લોકેશ રાહુલ, ઋષભ પંત, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.
![વનડે સીરીઝમાંથી 'ગબ્બર' થશે બહાર? આ ત્રણ ખેલાડીઓમાંથી એકને મળી શકે છે મોકો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/10121338/Dhawanaa-15.jpg-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)