શોધખોળ કરો
Advertisement
ભારતીય ક્રિકેટરો પર કયો પાક દિગ્ગજ ઓળઘોળ થયો, પાકિસ્તાનીઓને ભારત પાસેથી શું શીખવાની આપી દીધી સલાહ, જાણો વિગતે
પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરે પણ ભારતીય ક્રિકેટરો પર ઓળઘોળ થઇ ગયો છે. તેને પાકિસ્તાની ખેલાડીઓને ભારત પાસેથી હિંમત રાખીને આગળ વધવાની સલાહ આપી દીધી છે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ ચાલી રહી છે, ભારત બીજી ટેસ્ટ જીતીને સીરીઝમાં બરાબરી કરવા સફળ રહ્યું છે. મેલબોર્નની જીત સાથે જ ભારતીય ક્રિકેટરોની ચારેય બાજુ પ્રસંશા થઇ રહી છે,
હવે પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરે પણ ભારતીય ક્રિકેટરો પર ઓળઘોળ થઇ ગયો છે. તેને પાકિસ્તાની ખેલાડીઓને ભારત પાસેથી હિંમત રાખીને આગળ વધવાની સલાહ આપી દીધી છે.
યુટ્યૂબ ચેનલ પર કરી પ્રસંશા
શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યુ- ભારતે અસલમાં ઓસ્ટ્રેલિયાને ચારે ખાને ચીત કરવામાં કોઇ કસર નથી છોડી. સંકટમાં હિંમત બતાવવામાં આવે છે. ભારતીય ટીમે એકદમ સંકટની ઘડીમાં પોતાનુ કૌશલ્ય અને હિંમત બતાવી. તેમને બતાવ્યુ કે તે હાર માનવાવાળા નથી.
(ફાઇલ તસવીર)
અખ્તરે કહ્યું કે, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, રોહિત શર્માની ગેરહાજરીમાં પણ રહાણીની ભૂમિકા એકદમ પ્રસંશનીય રહી. રાવલપિંડી એક્સપ્રેસે કહ્યું- અજિંક્યે રહાણેએ સહજતાથી ટીમની આગેવાની કરી, તેમને બૉલરોમાં યોગ્ય રીતે ફેરફાર કરીને કોઇનુ ધ્યાન ખેંચવાની કોશિશ નથી કરી, અને હવે સફળતા તમામ કહાની કહી રહી છે. કહેવાઇ છે કે તમે ચુપચાપ સખત મહેનત કરો છો તો સફળતા જરૂર મળે છે. અખ્તરે ભારતીય ક્રિકેટરો પાસેથી પાકિસ્તાની ક્રિકેટરોને શીખ મેળવવાની સલાહ આપી છે, અખ્તરે કહ્યું કે, હિંમત રાખવી ભારતીયો પાસેથી શીખો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion