IND vs AUS: એક વર્ષમાં ત્રણેય ફૉર્મેટમાં સદીઓ ફટકારીને આ દિગ્ગજોની બરાબર પહોંચ્યો શુભમન ગીલ, લિસ્ટમાં આ મહારથી સામેલ
સૌથી પહેલા પૂર્વ શ્રીલંકન બેટ્સમેન મહેલા જયવર્ધનેએ 2010મા આ કારનામુ કર્યુ હતુ. આ પછી સુરેશ રૈના આવુ કરનારો પહેલો ભારતીય બેટ્સમેન હતો,
Ahmedabad Test, Shubamn Gill: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ઓપનર યુવા બેટ્સમેન શુભમન ગીલે કમાલ કરી દીધો છે. તેને પોતાના ટેસ્ટ કેરિયરની બીજી સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. આ મેચેમાં તેને 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 128 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાના આ શતક ની સાથે ગીલ દિગ્ગજના એક ખાસ લિસ્ટમાં પણ સામેલ થઇ ગયો છે. 2023 માં ગીલ અત્યાર સુધી ત્રણેય ફૉર્મેટમાં સદીઓ ફટકારી ચૂક્યો છે. ગીલે એક વર્ષમાં ટેસ્ટ, વનડે અને ટી20 ઇન્ટરનેશનલમાં સદીઓ ફટકારનારો ચોથો ભારતીય અને દુનિયાનો 10મો બેટ્સમેન બની ગયો છે.
સૌથી પહેલા પૂર્વ શ્રીલંકન બેટ્સમેન મહેલા જયવર્ધનેએ 2010મા આ કારનામુ કર્યુ હતુ. આ પછી સુરેશ રૈના આવુ કરનારો પહેલો ભારતીય બેટ્સમેન હતો, અને આની સાથે તે દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો હતો. રૈનાએ પણ 2010માં ત્રણેય ફૉર્મેટમાં સદીઓ ફટકારી દીધી હતી. આ પછી આ લિસ્ટમાં ધીમે ધીમે વધારો થયો અને હવે શુભમન ગીલ પણ આ લિસ્ટમાં આવી પહોંચ્યો છે. ગીલે 2023માં ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારી દીધી છે.
એક વર્ષમાં ત્રણેય ફૉર્મેટમાં સદીઓ ફટકારનારા બેટ્સમેનો -
મહેલા જયવર્ધને- 2010 માં.
સુરેશ રૈના - 2010 માં
તિલકરત્ને દિલશાન - 2011 માં.
અહેમદ શહજાદ - 2014 માં.
તમીમ ઇકબાલ - 2016 માં.
કેએલ રાહુલ - 2016 માં.
રોહિત શર્મા - 2017 માં.
ડેવિડ વૉર્નર - 2019 માં.
બાબર આઝમ - 2022 માં.
શુભમન ગીલ - 2023 માં.
આ વર્ષે વનડેમાં ફટકારી બેવડી સદી -
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડેમાં ગીલે બેવડી સદી ફટકારી હતી. તેને 18 જાન્યુઆરી, 2023 માં હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે મેચમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રનોની ઇનિંગ રમી હતી.
અત્યાર સુધી આવી રહી શુભમન ગીલની કેરિયર -
ગીલે અત્યાર સુધી પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં કુલ 14 ટેસ્ટ, 21 વનડે અને 6 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં તેને 30.48 ની એવરેજથી 762 રન, વનડેમાં 73.76ની એવરેજથી 1254 રન અને ટી20 ઇન્ટરનેશનલમાં 40.40 ની એવરેજથી અને 165.57 ની સ્ટ્રાઇક રેટથી 202 રન બનાવ્યા છે.
ગીલની શાનદાર બેટિંગ, ફટકારી કેરિયરની બીજી ટેસ્ટ સેન્ચૂરી -
શુભમન ગીલ અત્યારે ભારતીય ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન છે, હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં માલની સદી ફટકારી છે. ગીલે ઓપનિંગમા આવીને 194 બૉલનો સામનો કર્યો હતો, જેમાં તેને 101 રનની ઇનિંગ સાથે પોતાની બીજી ટેસ્ટ સદી પુરી કરી હતી. આ દરમિયાન ગીલે 1 છગ્ગો અને 10 ચોગ્ગા લગાવ્યા હતા. ગીલની ફરી એકવાર ટેસ્ટમાં પણ શાનદાર સ્ટ્રાઇક રેટ જોવા મળી હતી, તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 52.28ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
આ પહેલા પણ શુભમન ગીલે સદી ફટકારી છે, ગીલનું આ બીજી ટેસ્ટ શતક છે, આ પહેલા તેને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચોમાં, ચટ્ટોગ્રામ ટેસ્ટમાં પોતાની ટેસ્ટ કેરિયરની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી, હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ તેના કેરિયરની બીજી ટેસ્ટ સદી છે.