શોધખોળ કરો

Cricket: ભારતીય ટીમના કૉચ બનશે આ ગુજરાતી દિગ્ગજ ક્રિકેટર, આયરલેન્ડ પ્રવાસ દરમિયાન દ્રવિડની જગ્યાએ કરશે કામ

ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 3 ટી20 મેચોની સીરીઝ રમશે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન જસપ્રીત બુમરાહ હશે. આ ઉપરાંત કૉચિંગ સ્ટાફમાં પણ ફેરફાર જોવા મળશે

Sitanshu Kotak Profile: ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 3 ટી20 મેચોની સીરીઝ રમશે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન જસપ્રીત બુમરાહ હશે. આ ઉપરાંત કૉચિંગ સ્ટાફમાં પણ ફેરફાર જોવા મળશે. ખરેખરમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે આયરલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના રેગ્યૂલર કૉચ રાહુલ દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ કૉચ હશે, પરંતુ હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિતાંશૂ કૉટક આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના કૉચ હશે.

વીવીએસ લક્ષ્મણની જગ્યાએ સિતાંશૂ કૉટકને કેમ મળી જવાબદારી ?
પરંતુ વીવીએસ લક્ષ્મણને બદલે સિતાંશૂ કૉટકને આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કૉચ કેમ બનાવવામાં આવ્યો ? ખરેખરમાં, વીવીએસ લક્ષ્મણ બેંગ્લૉરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઇમર્જિંગ કેમ્પનો ભાગ બનશે. આ દરમિયાન તે યુવા ખેલાડીઓની ક્ષમતા ચકાસવાનો પ્રયાસ કરશે. વળી, 18 ઓગસ્ટથી ભારત-આયર્લેન્ડ સીરીઝની શરૂઆત થવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમના રેગ્યૂલર કૉચ રાહુલ દ્રવિડ અને બાકીનો કૉચિંગ સ્ટાફ ટીમ સાથે નહીં હોય, હકીકતમાં રાહુલ દ્રવિડ સહિત બાકીના કૉચિંગ સ્ટાફને આરામ આપવામાં આવ્યો છે. જોકે રાહુલ દ્રવિડ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા સાથે કૉચ તરીકે જોડાશે.

કોણ છે સિતાંશૂ કૉટક ?
જોકે સિતાંશૂ કૉટક આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કૉચની ભૂમિકામાં હશે, પરંતુ શું તમે સિતાંશૂ કૉટક વિશે જાણો છો ? હકીકતમાં સિતાંશૂ કૉટક ઇન્ડિયા-એ ટીમના મુખ્ય કૉચ છે. આ ઉપરાંત તે બેંગ્લૉરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં બેટિંગ કૉચ છે. સિતાંશૂ કૉટક ઉપરાંત સાઈરાજ બહુતુલે આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના બૉલિંગ કૉચ હશે. મંગળવારે સિતાંશૂ કૉટક, સાઈરાજ બહુતુલે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા સાથે ડબલિન જવા રવાના થશે.

આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડ - 
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (ઉપ કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, તિલક વર્મા, રિન્કુ સિંહ, સંજૂ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, ક્રિષ્ના, ક્રિષ્ન અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.

-                         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ganesh Visarajan 2025: ગણેશ વિસર્જનના દિવસે, અમદાવાદ શહેરના આ રસ્તા રહેશે બંધ, એડવાઇઝરી જાહેર
Ganesh Visarajan 2025: ગણેશ વિસર્જનના દિવસે, અમદાવાદ શહેરના આ રસ્તા રહેશે બંધ, એડવાઇઝરી જાહેર
'આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય', GST સુધારા પર બોલ્યા PM મોદી 
'આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય', GST સુધારા પર બોલ્યા PM મોદી 
Rajkot Rain: જેતપુર શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: જેતપુર શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain:  કાલે ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ ભૂક્કા બોલાવશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain:  કાલે ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ ભૂક્કા બોલાવશે, રેડ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Gujarat Rain : ગુજરાતમાં બપોર બાદ ક્યાં ક્યાં પડ્યો ધોધમાર વરસાદ ? જુઓ અહેવાલ
Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું
Mahisagar Rescue : નદીમાં અચાનક પૂર આવતાં મહીસાગર હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 લોકો ડૂબ્યાની આશંકા
Juangadh Home Collapse : જૂનાગઢમાં મકાન ધરાશાયી, બાઈક પર જતાં દાદા-પૌત્ર પર કાટમાળ પડતા મોત
Hun To Bolish : હું તો બોલીશ : શ્રદ્ધા અને સેવાની પૂનમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ganesh Visarajan 2025: ગણેશ વિસર્જનના દિવસે, અમદાવાદ શહેરના આ રસ્તા રહેશે બંધ, એડવાઇઝરી જાહેર
Ganesh Visarajan 2025: ગણેશ વિસર્જનના દિવસે, અમદાવાદ શહેરના આ રસ્તા રહેશે બંધ, એડવાઇઝરી જાહેર
'આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય', GST સુધારા પર બોલ્યા PM મોદી 
'આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય', GST સુધારા પર બોલ્યા PM મોદી 
Rajkot Rain: જેતપુર શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: જેતપુર શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain:  કાલે ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ ભૂક્કા બોલાવશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain:  કાલે ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ ભૂક્કા બોલાવશે, રેડ એલર્ટ જાહેર
New gst rates: મોટી રાહત! 22 સપ્ટેમ્બરથી આ વસ્તુઓ પર નહીં લાગે એક પણ રુપિયાનો ટેક્સ, જુઓ યાદી
New gst rates: મોટી રાહત! 22 સપ્ટેમ્બરથી આ વસ્તુઓ પર નહીં લાગે એક પણ રુપિયાનો ટેક્સ, જુઓ યાદી
GST હટાવ્યા બાદ Life અને Health ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં કેટલી થશે બચત ? જાણો સરળ કેલક્યુલેશન
GST હટાવ્યા બાદ Life અને Health ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં કેટલી થશે બચત ? જાણો સરળ કેલક્યુલેશન
Tapi Rain: વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ,ગરનાળામાં ભરાયા પાણી
Tapi Rain: વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ,ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ 
Gujarat Rain: વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ 
Embed widget