શોધખોળ કરો

SL vs AFG: અફઘાનિસ્તાને શ્રીલંકાને ખરાબ રીતે હરાવ્યું, 59 બોલ પહેલા 8 વિકેટથી શાનદાર જીત મેળવી

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ 2022 એશિયા કપની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું.

Sri Lanka vs Afghanistan 1st Match Group B: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ 2022 એશિયા કપની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટીંગ કરતા શ્રીલંકાની ટીમ 105 રન જ બનાવી શકી હતી. જવાબમાં અફઘાનિસ્તાને 11મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંકને સરળતાથી હાંસિલ કરી લીધો હતો.

અફઘાનિસ્તાન માટે બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ઓપનર હઝરતુલ્લા જાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝે પણ કમાલ કર્યો હતો.  બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 6.1 ઓવરમાં 83 રનની ભાગીદારી કરી હતી.

રહેમાનુલ્લા ગુરબાઝે માત્ર 18 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. તે જ સમયે, હઝરતુલ્લા જાઝાઈ 28 બોલમાં 37 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ સિવાય ઈબ્રાહિમ ઝદરાને 13 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા.

આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર પથુમ નિસાંકા 03 અને કુસલ મેન્ડિસ 02 રને આઉટ થયા હતા. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ચરિથ અસલંકા ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા.

માત્ર 5 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ દાનુષ્કા ગુણાથિલાકા અને ભાનુકા રાજપક્ષે 44 રનની ભાગીદારી કરી હતી. બંને સરળતાથી રન બનાવી રહ્યા હતા. દરમિયાન, ગુણાથિલાકા 17 રન પર સ્વિચ હિટ પર સિક્સ મારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો.

આ પછી ફરીથી શ્રીલંકાના બેટ્સમેનો નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા. આ દરમિયાન વનિન્દુ હસરંગા 02 અને કેપ્ટન દાસુન શનાકા શૂન્ય પર આઉટ થયા હતા. આ પછી રાજપક્ષે પણ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 29 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.

આ સમયે એવું લાગી રહ્યું હતું કે શ્રીલંકાની ટીમ 100 રનના સ્કોર સુધી પણ નહીં પહોંચે. પરંતુ ચમિકા કરુણારત્નેએ 38 બોલમાં 31 રનની ઇનિંગ રમીને સ્કોર 100ની પાર પહોંચાડ્યો હતો. તેણે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. તે જ સમયે મહેશ દિક્ષાના 00 અને મતિશા પથિરાના 05 રન બનાવી આઉટ થયો હતા.

અફઘાનિસ્તાન તરફથી બોલિંગમાં ફઝલહક ફારૂકીએ શાનદાર બોલિંગ કરી હતી. તેના પહેલા સ્પેલમાં તેણે મેડન સાથે બે ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આ પછી તેને બીજા સ્પેલમાં પણ વિકેટ મળી હતી. આ રીતે તેણે કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેના પાર્ટનર નવી ઉલ હકને પણ સફળતા મળી. તે જ સમયે, કેપ્ટન મોહમ્મદ નબીએ તેની ચાર ઓવરમાં 14 રન આપીને બે વિકેટ લીધી હતી. આ સિવાય મિસ્ટ્રી સ્પિનર ​​મુજીબ ઉર રહેમાને પણ બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષેએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget