શોધખોળ કરો
Advertisement
સૌરવ ગાંગુલીની તબીયતને લઈ શું આવ્યા મહત્વના સમાચાર, જાણો
આ વર્ષની શરૂઆતથી બે વખત સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. સૌરવ ગાંગુલી પ્રથમ વખત એન્જિયોપ્લાસ્ટી થયા બાદ ખૂબ જ સ્વસ્થ જોવા મળી રહ્યા હતા
કોલકાતા: હાર્ટ એટેક બાદ કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની હાલત હવે સ્થિર છે. કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું છે કે રવિવારે તેમને હોસ્પિટલમાંથી ઘરે મોકલી શકાય છે. આ સાથે જ તેમને પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સીનિયર ડૉક્ટરોએ તેમનું હેલ્થ અપડેટ જાહે કર્યું હતું.
27 જાન્યુઆરીએ છાતીમાં હળવા દુ: ખાવો થતાં તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના શરીરમાં બે સ્ટેન્ટ લગાવાયા છે. આ પહેલા 2 જાન્યુઆરીએ તેમને પ્રથમ વખત હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ હૃદયમાં સ્ટેન્ટ લગાવાયું હતું. એક સાથે ત્રણ સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે. સમગ્ર તબીબી પ્રક્રિયા દેશના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો.દેવી શેટ્ટીની દેખરેખ હેઠળ છે. ડોક્ટરોએ દાદાને ઓછામાં ઓછા બે વર્ષ સાવધાની રાખવાની સૂચના આપી છે.
આ વર્ષની શરૂઆતથી બે વખત સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. સૌરવ ગાંગુલી પ્રથમ વખત એન્જિયોપ્લાસ્ટી થયા બાદ ખૂબ જ સ્વસ્થ જોવા મળી રહ્યા હતા અને તેમણે આઈપીએલના આગામી સીઝનની તૈયારીઓ અંગે નિરીક્ષણ કરવાનું શરૂ કરી દિધુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement