SA Squad: દક્ષિણ આફ્રિકાએ ભારત વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે કર્યુ ટીમનું એલાન, કગિસો રબાડા બહાર
South Africa Squad For IND vs SA T20I Series: આ દિવસોમાં દક્ષિણ આફ્રિકાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર બે મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. સીરીઝની બીજી અને છેલ્લી મેચ 02 નવેમ્બરે સમાપ્ત થશે
South Africa Squad For IND vs SA T20I Series: ભારતીય ટીમ 7 થી 14 નવેમ્બર દરમિયાન ચાર મેચની ટી20 સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાને આ સીરીઝમાં જગ્યા મળી નથી. ચાર મેચોની ટી20 સીરીઝ માટે એડન માર્કરમને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે.
આ ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા દ્વારા પહેલા જ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે જોવા મળશે. ટી20 વર્લ્ડકપ 2024થી સૂર્યાકુમાર યાદવ ટીમ ઇન્ડિયાના કાયમી ટી20 કેપ્ટન તરીકે જોવા મળ્યો છે.
આવી છે દક્ષિણ આફ્રિકાની ટીમ
આ દિવસોમાં દક્ષિણ આફ્રિકાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર બે મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. સીરીઝની બીજી અને છેલ્લી મેચ 02 નવેમ્બરે સમાપ્ત થશે. રબાડા આ ટેસ્ટ સીરીઝનો એક ભાગ છે અને શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તાજેતરમાં જ જાહેર થયેલી ICC રેન્કિંગમાં રબાડા ટેસ્ટમાં નંબર વન બોલર બન્યો છે. પરંતુ ટી20 સીરીઝમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
એઇડન માર્કરમ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં આફ્રિકાની આગેવાની પણ કરી રહ્યા છે અને તેને ટી20 સીરીઝ માટે આફ્રિકાનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. આ સિવાય હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ અને ડેવિડ મિલર જેવા કેટલાક જૂના અને અનુભવી ખેલાડીઓ પણ ટીમમાં જોવા મળ્યા હતા.
ભારત વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
એઇડન માર્કરમ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહાલી મેપોંગવાના, નકાબા પીટર, રેયાન રિકલ્ટન, એન્ડીલે સિમેલાન, ટ્રિબ્યુલેન્સ.
આ પણ વાંચો
Test Record: સાઉથ આફ્રિકાએ રચી દીધો કીર્તિમાન, પહેલીવાર ટેસ્ટની એક ઇનિંગમાં ફટકાર્યા આટલા છગ્ગા