Test Record: સાઉથ આફ્રિકાએ રચી દીધો કીર્તિમાન, પહેલીવાર ટેસ્ટની એક ઇનિંગમાં ફટકાર્યા આટલા છગ્ગા
Test Record: દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે પ્રથમ દાવમાં 3 બેટ્સમેનોની સદીની મદદથી જંગી સ્કૉર બનાવ્યો હતો
Test Record: ક્રિકેટમાં વધુ એક મોટો રેકોર્ડ હાલમાં જોવા મળ્યો છે. યજમાન બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચટ્ટોગ્રામમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચની જેમ આ મેચમાં પણ દક્ષિણ આફ્રિકાએ શાનદાર બેટિંગના આધારે બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધું છે.
દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે પ્રથમ દાવમાં 3 બેટ્સમેનોની સદીની મદદથી જંગી સ્કૉર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ તેનો પ્રથમ દાવ 577/6 રનના સ્કૉર પર ડિકલેર કર્યો હતો. આ રીતે આફ્રિકન ટીમ એશિયામાં તેનો ત્રીજો સૌથી વધુ ટેસ્ટ સ્કૉર બનાવવામાં સફળ રહી. દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ચોથી વખત 550થી વધુનો સ્કૉર બનાવ્યો, જેમાં 3 શાનદાર સદીની મહત્વની ભૂમિકા હતી.
એશિયામાં દક્ષિણ આફ્રિકાનો સૌથી મોટો ટેસ્ટ સ્કૉર -
584/9d વિરૂદ્ધ પાકિસ્તાન, અબુ ધાબી, 2010
583/7d વિરૂદ્ધ બાંગ્લાદેશ, ચિત્તાગોંગ, 2008
577/6d વિરૂદ્ધ બાંગ્લાદેશ, ચિત્તાગોંગ, 2024*
558/6d વિરૂદ્ધ ભારત, નાગપુર, 2010
540 વિરૂદ્ધ ભારત, ચેન્નાઈ, 2008
ટોની ડી જ્યોર્જી અને ટ્રિસ્ટન સ્ટબ્સ ઉપરાંત, વિયાન મુલ્ડરે દક્ષિણ આફ્રિકાની ટીમ માટે શાનદાર સદી ફટકારી હતી. ટોની ડી જ્યોર્જીએ સૌથી વધુ 177 રનની ઇનિંગ રમી હતી. તેણે આ શાનદાર ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વળી, ટ્રિસ્ટન સ્ટબ્સે 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. જ્યારે મુલ્ડરે 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 105 રનની ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકાની આ પ્રથમ ઇનિંગમાં તમામ બેટ્સમેનોએ મળીને કુલ 17 છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાનો જ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 15 સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
ટેસ્ટ મેચની એક ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા દ્વારા સૌથી વધુ સિક્સર ફટકારવામાં આવી છે -
17 વિરૂદ્ધ બાંગ્લાદેશ, ચિત્તાગોંગ, 2024*
15 વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બેસેટેરે, 2010
12 વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન, 2009
12 વિરૂદ્ધ ભારત, સેન્ચુરિયન, 2010
દક્ષિણ આફ્રિકાએ 17 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી છે, જે ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ 21 વર્ષ પહેલા 2003માં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 17 સિક્સર ફટકારી હતી. એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે.
ટેસ્ટ ઇનિંગ્સમાં ટીમ દ્વારા સૌથી વધુ છગ્ગા -
22 સિક્સ - ન્યૂઝીલેન્ડ (વિરુદ્ધ પાકિસ્તાન) - શારજાહ, 2014
18 સિક્સ - ભારત (વિરુદ્ધ ઈંગ્લેન્ડ) - રાજકોટ, 2024
17 સિક્સ - ઓસ્ટ્રેલિયા (વિરૂદ્ધ ઝિમ્બાબ્વે) - પર્થ, 2003
17 સિક્સ - દક્ષિણ આફ્રિકા (વિરુદ્ધ બાંગ્લાદેશ) - ચટ્ટોગ્રામ, 2024
16 સિક્સ - શ્રીલંકા (વિરુદ્ધ આયર્લેન્ડ) - ગાલે, 2023
આ પણ વાંચો
Virat Captaincy: વિરાટ કોહલી ફરી બનશે કેપ્ટન ? IPL 2025 પહેલા RCB લેવા જઇ રહી છે મોટો નિર્ણય