Cricket Australia: ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટરને કોર્ટે સંભળાવી જેલની સજા, જાણો શું છે મામલો
માઈકલ સ્લેટર 5 ડિસેમ્બરથી 12 એપ્રિલની વચ્ચે વિવિધ તારીખોએ સનશાઈન કોસ્ટ પર કથિત અપરાધો માટે કુલ 19 આરોપોનો સામનો કરી રહ્યો છે.
Michael Slater News: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર માઈકલ સ્લેટરને મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન કોર્ટે માઈકલ સ્લેટરને હુમલો અને પીછો કરવા સહિતના આરોપમાં જેલની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઈકલ સ્લેટર વિરુદ્ધ એક ડઝનથી વધુ આરોપો નોંધાયેલા છે. જેમાં ગેરકાયદેસર પીછો કરવો, ધાકધમકી આપવી, હુમલો કરવો, કોઈપણ ઈરાદા સાથે રાત્રે ઘરમાં પ્રવેશવું, શારીરિક નુકસાન પહોંચાડવા અને ગૂંગળામણ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.
માઈકલ સ્લેટર સામે શું આરોપો છે?
આ પહેલા સોમવારે માઈકલ સ્લેટરને ક્વીન્સલેન્ડની મેરૂચીડોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, માઈકલ સ્લેટર 5 ડિસેમ્બરથી 12 એપ્રિલની વચ્ચે વિવિધ તારીખોએ સનશાઈન કોસ્ટ પર કથિત અપરાધો માટે કુલ 19 આરોપોનો સામનો કરી રહ્યો છે. માઈકલ સ્લેટર પર જામીનના ભંગ અને ઘરેલુ હિંસા આદેશ સહિત 10 આરોપોનો સામનો કરી રહ્યા છે.
ક્વીન્સલેન્ડના મેજિસ્ટ્રેટે તેની જામીન અરજી ફગાવી દીધી ત્યારે 54 વર્ષીય માઈકલ સ્લેટર ભાંગી પડ્યો હતો. કોર્ટે સાંભળ્યું હતું કે સ્લેટરને માનસિક સ્વાસ્થ્યની તકલીફ છે. જેના પરિણામે આવેગિક અને અવિચારીવર્તન કરતો હોવાનો એબીસી ન્યૂઝે અહેવાલ આપ્યો હતો.
Former Australian cricket great Michael Slater has collapsed in court after failing in his bid for freedom over an alleged domestic violence incident.https://t.co/QIH8v2OFle
— Fox Cricket (@FoxCricket) April 16, 2024
માઈકલ સ્લેટરની કેવી છે કારકિર્દી
તમને જણાવી દઈએ કે માઈકલ સ્લેટરે વર્ષ 1993માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 2003 સુધી રમવાનું ચાલુ રાખ્યું. 74 ટેસ્ટ મેચો સિવાય માઈકલ સ્લેટર ઓસ્ટ્રેલિયા માટે 42 ODI મેચ રમ્યા હતા. આ પછી તેણે કોમેન્ટેટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વાસ્તવમાં, માઈકલ સ્લેટરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કોમેન્ટ્રીના સૌથી પ્રખ્યાત ચહેરાઓમાંથી એક માનવામાં આવે છે.
માઈકલ સ્લેટરના નામે ટેસ્ટ મેચોમાં 42.84ની એવરેજથી 5312 રન છે. આ ફોર્મેટમાં માઈકલ સ્લેટરે 14 સદી સિવાય 21 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. જ્યારે ODI ફોર્મેટમાં 24.07ની એવરેજ અને 60.04ની સ્ટ્રાઈક રેટથી 987 રન બનાવ્યા છે.
આ પણ વાંચોઃ