Fastest 100s in IPL by balls faced: ટ્રેવિસ હેડે 39 બોલમાં ફટકારી સદી, જાણો સૌથી ઝડપી ફટકારનારા બેટ્સમેન, એક ગુજરાતી પણ લિસ્ટમાં
આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. ટોપ-5 લિસ્ટમાં ગુજરાતી ક્રિકેટર પણ છે.
IPL 2024: આઈપીએલ 2024માં આજે 30મો મુકાબલો સનરાઈઝર્સ હૈજરાબાદ અને રોયલ ચેલેન્જ્રસ બેંગલુરુ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં આરસીબીના કેપ્ટન ડુપ્લેસિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. તેમનો આ ફેંસલો સનરાઇઝર્સના બોલરોએ ખોટો પાડ્યો હતો અને શરૂઆતથી જ તાબડતોડ બેટિંગ કરી હતી.
સનરાઈઝર્સના ઓપનર્સ અભિષેક શર્મા અને ટ્રેવિડ હેડે 8.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 108 રનની પાર્ટનરશિપ કરી હતી. ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી. જે આઈપીએલના ઈતિહાસની ચોથી સૌથી ઝડપી સદી છે. તેણે 41 બોલમાં 102 રનની ઈનિંગ રમી હતી. જેમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.
IPLમાં બોલનો સામનો કરીને સૌથી ઝડપી 100
- 30 ક્રિસ ગેઇલ ગેલ વિ પુણે વોરિયર્સ, બેંગલુરુ 2013
- 37 યુસુફ પઠાણ વિ મુંબઈ ઈન્ડિયન્સ, મુંબઈ BS 2010
- 38 ડેવિડ મિલર વિ આરસીબી, મોહાલી 2013
- 39 ટ્રેવિસ હેડ વિ આરસીબી, બેંગલુરુ 2024
- 42 એડમ ગિલક્રિસ્ટ વિ મુંબઈ ઈન્ડિયન્સ, મુંબઈ 2008
બેંગલુરુની પ્લેઈંગ ઈલેવન
આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલ આજે રમી રહ્યા નથી.
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, સૌરવ ચૌહાણ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, વિજયકુમાર વિષક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલ.
હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન- ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.
Fast, Furious and FAN-tastic! ⚡👏🏻
— Star Sports (@StarSportsIndia) April 15, 2024
Will #TravisHead register his maiden #IPL hundred tonight? 👀#RCBvSRH: LIVE NOW | #IPLFanWeekOnStar | #IPLOnStarpic.twitter.com/gxcy4BY0tT