Sri Lanka: શ્રીલંકન ક્રિકેટ બોર્ડને મળી મોટી રાહત, ICCએ હટાવ્યો પ્રતિબંધ
ICC, Sri Lanka: ICC એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે
ICC, Sri Lanka: ICC એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ICCએ રવિવારે આ નિર્ણય લીધો હતો. ICC એ શ્રીલંકન ક્રિકેટ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લીધો છે. સરકારની દખલગીરીને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકન ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
The ban imposed by the ICC on Sri Lanka Cricket in November 2023 has been lifted.https://t.co/qDPp8I2CM6
— ICC (@ICC) January 28, 2024
10 નવેમ્બર, 2023 ના રોજ શ્રીલંકા ક્રિકેટને ICC ના સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. હવે 21 નવેમ્બરે ICC બોર્ડની બેઠક મળી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે શ્રીલંકા દ્વિપક્ષીય અને ICC ઇવેન્ટમાં રમી શકશે. પરંતુ આ દિવસોમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપને દક્ષિણ આફ્રિકામાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે પહેલા તે શ્રીલંકામાં રમાવાનો હતો.
ICCએ જણાવ્યું કે હવે તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે, ત્યારબાદ શ્રીલંકા બોર્ડ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે આઈસીસી બોર્ડ પરિસ્થિતિને જોઈ રહ્યું છે અને હવે તે સંતુષ્ટ છે કે શ્રીલંકા ક્રિકેટ હવે સભ્યપદની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતું નથી.
ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાયેલા વર્લ્ડ કપ 2023માં શ્રીલંકન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેના પછી શ્રીલંકન સરકારના રમતગમત મંત્રીએ બોર્ડને જ સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારથી શ્રીલંકન ક્રિકેટમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી હતી અને આવી સ્થિતિમાં આઇસીસીએ ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે લગભગ 3 મહિના બાદ ICCએ શ્રીલંકાના બોર્ડ પરથી આ પ્રતિબંધ હટાવી લીધો છે.
નવેમ્બરમાં પ્રતિબંધ, જાન્યુઆરીમાં રાહત
શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી અને નવમા સ્થાને રહી હતી. આ કારણે ટીમ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. આવી સ્થિતિમાં શ્રીલંકાના રમતગમત મંત્રીએ સમગ્ર બોર્ડને બરખાસ્ત કરીને વચગાળાના પ્રમુખની નિમણૂક કરી હતી. જો કે, શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે માત્ર એક દિવસ પછી આ નિર્ણયને પલટી નાખ્યો હતો. આવી સ્થિતિમાં 10 નવેમ્બરે ICCએ શ્રીલંકાના બોર્ડને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું હતું.