શોધખોળ કરો

IND vs NZ: ટીમ ઈન્ડિયાની જીત બાદ સૂર્યાએ ઈમોશનલ થઈ પંડ્યાને લગાવ્યો ગળે, વીડિયો વાયરલ

ભારતે 3 ટી20 શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉમાં રમાઈ હતી.

IND vs NZ 1st T20 Match: ભારતે 3 ટી20 શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉમાં રમાઈ હતી. તે જ સમયે, આ જીત પછી, 3 T20 મેચોની શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 99 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટે 101 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

સૂર્યકુમાર યાદવે હાર્દિક પંડ્યાને ગળે લગાવ્યો

જો કે આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, સૂર્યકુમાર યાદવે ભારત માટે વિનિંગ શોટ માર્યો હતો. સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકારીને ભારતને જીતના ઉંબરે પહોંચાડ્યું હતું. આ પછી સૂર્યકુમાર યાદવે હાર્દિક પંડ્યાને ગળે લગાવ્યો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે, BCCIએ તેના સત્તાવાર ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. ક્રિકેટ ચાહકો સતત વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. 

ન્યુઝીલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી કેપ્ટન સેન્ટનરે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. તેણે 23 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો પણ માર્યો હતો. ઓપનર ફિન એલન 11 રન બનાવીને આઉટ થયો હતો. કોનવે પણ માત્ર 11 રન બનાવી શક્યો હતો. ચેમ્પમેન 21 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગ્લેન ફિલિપ્સ 5 રન બનાવીને આઉટ થયો હતો. ડેરિલ મિશેલ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો, તે 8 રન બનાવીને આઉટ થયો હતો.

અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી

ભારત તરફથી અર્શદીપે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં માત્ર 7 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 4 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી હતી. દીપક હુડ્ડાએ 4 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાને પણ એક-એક સફળતા મળી છે.

ભારત પ્લેઇંગ 11

આજની મેચમાં ભારતની પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ 11

આજની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો હતો. ન્યુઝીલેન્ડની આજની પ્લેઈંગ 11: ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
પાલનપુરમાં ACBનો સપાટો,  સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
પાલનપુરમાં ACBનો સપાટો,  સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
IPL 2025 પહેલા મોટી જાહેરાત, દિલ્હી કેપિટલ્સમાં દિગ્ગજની એન્ટ્રી 
IPL 2025 પહેલા મોટી જાહેરાત, દિલ્હી કેપિટલ્સમાં દિગ્ગજની એન્ટ્રી 
Embed widget