શોધખોળ કરો
Advertisement
આબરુ બચાવવા કોહલી ત્રીજી વનડેમાં કાંગારુઓ સામે ઉતારશે આ ધાકડ યોર્કર મેનને, જાણો કોણ છે તે.....
બુધવારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડેમાં આબરુ બચાવવા કેનબરાના માનુકા ઓવલ મેદાનમાં ઉતરશે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે, હાલ વનડે સીરીઝ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા 2-1થી જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે, પરંતુ હવે સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે બાકી છે, અને ભારતની હાર ના થાય તે માટે કોહલીએ આબરુ બચાવવાન નવા અખતરા કર્યા છે. રિપોર્ટ છે કે કોહલી બન્ને વનડેમા સ્ટાર બૉલરોની બરાબરની ધુલાઇને જોઇને હવે ટી નટરાજનને અંતિમ વનડેમાં ડેબ્યૂ કરાવી શકે છે, નટરાજન યોર્કર કિંગ બૉલર ગણાય છે.
ટી નટરાજન કરી શકે છે ડેબ્યૂ....
ટી નટરાજન તામિલનાડુની ટીમમાંથી રમે છે, અને આઇપીએલ 2020માં તેનુ પરફોર્મન્સ જબરદસ્ત રહ્યું. હૈદરાબાદની ટીમમાંથી આઇપીએલમાં રમતા તેને સૌથી વધુ યોર્કર બૉલ ફેંક્યા અને આ મામલે બુમરાહ અને બૉલ્ટ જેવા ધૂરંધરોને પણ પાછળ પાડી દીધા હતા. માની શકાય છે કે 27 વર્ષીય ટી નટરાજનને કોહલી અંતિમ વનડેમાં ડેબ્યૂ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ બે વનડેમાં નવદીપ સૈની, બુમરાહ અને શમી જેવા ફાસ્ટ બૉલરોની કાંગારુ બેટ્સમેનોએ જબરદસ્ત ધોલાઇ કરી નાંખી હતી, આ પછી સોશ્યલ મીડિયા પર ટી નટરાજનને ડેબ્યૂને લઇને ચર્ચા ચાલી, હવે રિપોર્ટ છેકે ટી નટરાજનને નવદીપ સૈનીની જગ્યાએ ટીમમાં જગ્યા મળી શકે છે. ટી નટરાજન ડાબોડી ફાસ્ટ બૉલર છે, અને ઓસ્ટ્રેલિયા સામે રમે તો તે કાંગારુઓને કન્ટ્રૉલમાં રાખી શકે છે.
અંતિમ-ત્રીજી વનડેની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
શિખર ધવન, મયંક અગ્રવાલ/શુભમન ગીલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ટી નટરાજન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
બુધવારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડેમાં આબરુ બચાવવા કેનબરાના માનુકા ઓવલ મેદાનમાં ઉતરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement