T20: ઓસ્ટ્રેલિયા સામે રોહિત સોંપી શકે છે વિરાટને આ મોટી જવાબદારી, જાણો શું કરતો દેખાશે મેદાનમાં
ટીમ ઇન્ડિયાની સામે રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાથી નવી સમસ્યા ઉભી થઇ ગઇ છે. રવીન્દ્ર જાડેજા દરેક ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે પરફેક્ટ ઓલરાઉન્ડર છે,
IND Vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારે ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. આગામી મહિને રમાનારા ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરીઝને ભારત તમામ રીતે ઉપયોગી માનુ રહ્યું છે. ટીમ ઇન્ડિયા આ સારીઝ દરમિયાન બૉલિંગમાં નવા ઓપ્શન અજમાવી શકે છે. આ સીરીઝ પહેલા એવા સંકેત મળ્યા છે કે, કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીને બૉલિંગના છઠ્ઠા ઓપ્શન તરીકે અજમાવી શકે છે.
ખરેખરમાં, ટીમ ઇન્ડિયાની સામે રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાથી નવી સમસ્યા ઉભી થઇ ગઇ છે. રવીન્દ્ર જાડેજા દરેક ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે પરફેક્ટ ઓલરાઉન્ડર છે, પરંતુ હવે તેના બહાર થવાની કારણે ટીમ નવા કૉમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે. આવામાં કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી20 સીરીઝમાં જ તમામ ઓપ્શનને અજમાવવા ઇચ્છશે.
સોમવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી બૉલિંગ કરતા દેખાયો હતો. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં આવુ બહુ ઓછુ બન્યુ છે જ્યારે વિરાટ કોહલી બૉલિંગની પ્રેક્ટિસ કરતો દેખાયો હોય. વિરાટના બૉલ સામે અક્ષરને પ્રેક્ટિસ કરતા ખુબ મુશ્કેલી પડી હતી.
આજે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20 મેચ
IND vs AUS, 1st T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી આજથી શરૂ થઈ રહી છે. આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા અહીં તેનું પરફેક્ટ પ્લેઈંગ-11 કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પોતાના વર્લ્ડ કપના ટાઈટલને બચાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવાનું પસંદ કરશે. બંને ટીમો વચ્ચેની મેચ આજે સાંજે 7.00 કલાકે મોહાલીમાં શરૂ થશે.
કેવો છે બંને ટીમનો રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 23 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાં ભારતનો હાથ ઉપર છે. ભારતે 13 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 9 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત છે. બંને ટીમો છેલ્લે ડિસેમ્બર 2020 માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 12 રને હરાવ્યું હતું, જોકે મેચનો ભાગ હતી તે શ્રેણી ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી હતી.
આજે પિચ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. અહીં 2018થી અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાં 7 વખત ચેઝ કરનારી ટીમ જીતી છે. એટલે કે, ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાનું પસંદ કરવું વધુ સારું રહેશે. હવામાનની વાત કરીએ તો મોહાલીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની પણ 25% શક્યતા છે.
મેચનું પ્રસારણ કઈ ટીવી ચેનલ પર થશે?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે ભારત વિ ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીના પ્રસારણના અધિકારો છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાં, તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર દેશની અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રી સાથે આ મેચ જોઈ શકો છો. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં ડિઝની પ્લસ હોટસ્ટાર એપ પર જોઈ શકાશે.
કેવી હશે બંને ટીમોની પ્લેઈંગ-11?
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.
ઑસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (સી), જોસ ઇંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટમાં), ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, સીન એબોટ.