(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC 2022: ટી20 વર્લ્ડ કપના ઈતિહાસના આ 13 રસપ્રદ તથ્યો અને આંકડા તમારે જરુર જાણવા જોઈએ
T20 World Cup Records And Facts: ઓસ્ટ્રેલિયામાં 2022નો T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. શરૂઆતના બે દિવસમાં જ આ ટુર્નામેન્ટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
T20 World Cup Records And Facts: ઓસ્ટ્રેલિયામાં 2022નો T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. શરૂઆતના બે દિવસમાં જ આ ટુર્નામેન્ટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નામિબિયાએ પ્રથમ દિવસે શ્રીલંકાને હરાવ્યું હતું. બીજા દિવસે સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ દરમિયાન, જાણો T20 વર્લ્ડ કપના ઇતિહાસમાંથી 13 રસપ્રદ તથ્યો અને આંકડા.
1- વિકેટકીપર તરીકે સૌથી વધુ 32 બેટ્સમેનોને પેવેલિયન મોકલવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે.
2- વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે વખત (2012 અને 2016) T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી છે.
3- T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 23 કેચ ઝડપવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સના નામે છે.
4- ટી20 વર્લ્ડ કપમાં માત્ર ક્રિસ ગેલના નામે જ બે સદી છે. તેણે 2007માં દક્ષિણ આફ્રિકા સામે અને 2016માં ઈંગ્લેન્ડ સામે રનના ટ્રિપલ ફિગરને ટચ કર્યો હતો.
5- ટી20 વર્લ્ડ કપમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભારત તરફથી 26 વિકેટ લીધી છે.
6- ટી20 વર્લ્ડ કપની ટૂર્નામેન્ટનું આયોજન કરતો કોઈ યજમાન દેશે T20 વર્લ્ડ કપ જીતી શક્યો નથી અને વર્તમાન ચેમ્પિયન રહેલી ટીમ પણ વર્લ્ડ કપ જીતી શકી છે.
7- ઓસ્ટ્રેલિયાને 2007માં T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ પાંચ વિકેટે હરાવ્યું હતું.
8- શ્રીલંકાએ 2007માં કેન્યા સામે છ વિકેટે 260 રન બનાવી સર્વોચ્ચ ટીમ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો.
9- મહેલા જયવર્દને T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 1016 રન બનાવ્યા છે.
10- ટી-20 વર્લ્ડ કપમાં પહેલી હેટ્રિક ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ 2007માં બાંગ્લાદેશ સામે બનાવી હતી.
11- બાંગ્લાદેશના શાકિબ અલ હસને T20 વર્લ્ડ કપમાં 41 વિકેટ ઝડપી છે.
12- T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો ટીમ સ્કોર 39 રન છે, જે 2014માં નેધરલેન્ડ્સે શ્રીલંકા સામે બનાવ્યો હતો.
13- 2007માં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપમાં પ્રથમ અને છેલ્લી વખત બોલ આઉટ રમાઈ હતી. ત્યાર પછીથી હવે ટાઈ પડવાના કિસ્સામાં એક ઓવર એલિમિનેટર અથવા સુપર ઓવર રમાય છે.