IND vs ENG: સેમિફાઇનલમાં જયસ્વાલને મળશે તક? ભારત પાસે ઇગ્લેન્ડ સામે બદલો લેવાની તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
સાઉથ આફ્રિકા પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે.
આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચ રમાશે. સાઉથ આફ્રિકા પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમ પાસે ઈંગ્લેન્ડ સામે બદલો લેવાની સુવર્ણ તક છે.
છેલ્લી સેમિફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો
ટી-20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જોસ બટલર અને એલેક્સ હોલ્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતને કારમી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ વર્તમાન ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
સુપર આઠમાં ટોચ પર રહીને ભારત ક્વોલિફાય થયું હતું
ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે અને ગ્રુપ સ્ટેજ બાદ તેણે સુપર-8માં પણ ટોચ પર રહીને પુરી કરી છે. બીજી તરફ ઈંગ્લેન્ડે અમેરિકાને હરાવીને સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું.
ટી-20 ક્રિકેટમાં ઈંગ્લેન્ડ પર ભારતનો દબદબો છે
નોકઆઉટ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર રોહિત શર્માના નેતૃત્વમાં જોસ બટલરની સેનાનો સામનો કરતી જોવા મળશે. T20 ક્રિકેટમાં બંને ટીમો 23 વખત ટકરાયા છે જેમાં ભારતનો હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયાએ 12 મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે 11 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડનો ચાર વખત ભારતનો સામનો થયો છે. બંને ટીમોએ બે-બે મેચ જીતી છે.
કોહલી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા
આ મેચમાં ભારતને ફરી એકવાર રોહિત શર્મા પાસેથી મજબૂત પ્રદર્શનની આશા છે. તેનો ઓસ્ટ્રેલિયા સામે શાનદાર રેકોર્ડ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 92 રનની તોફાની ઇનિંગ રમી હતી. આગામી મેચમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા છે. વિરાટ કોહલી રોહિતને સપોર્ટ કરતો જોવા મળશે. જોકે, સ્ટાર બેટ્સમેનનું ફોર્મ ચિંતાનો વિષય છે. અત્યાર સુધી વર્તમાન ટુર્નામેન્ટમાં તે માત્ર 66 રન જ બનાવી શક્યો છે. આ સ્થિતિમાં ફરી એકવાર યશસ્વી જયસ્વાલને બહાર બેસવું પડી શકે છે. તેને હજુ સુધી પ્લેઇંગ 11નો ભાગ બનાવવામાં આવ્યો નથી.
સૂર્યા પર રહેશે નજર
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ત્રીજા નંબર પર રહેશે. છેલ્લી છ મેચોમાં તેણે 132.53ના સ્ટ્રાઈક રેટથી 167 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. વર્તમાન ટુર્નામેન્ટમાં તેણે બે અડધી સદીની મદદથી 149 રન બનાવ્યા છે. તે આગામી મેચમાં ભારત માટે સૌથી મોટી આશા હશે. શિવમ દુબે પાંચમા નંબરે ઉતરશે. આ સ્થિતિમાં સંજુ સેમસનને બહાર બેસવું પડી શકે છે. આ સાથે જ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળશે.
રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિનર્સને સ્થાન મળશે. ત્રણેય બોલરોએ પોતાની ઘાતક બોલિંગથી વેસ્ટ ઈન્ડિઝની પીચો પર ખાસ અસર છોડી છે. જસપ્રીત બુમરાહ ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળતો જોવા મળશે. અર્શદીપ સિંહ તેને સપોર્ટ કરતો જોવા મળશે.
સેમિફાઇનલ મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.
ઈંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેયરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપ્લી.