Hasaranga Hattrick in T20 WC: શ્રીલંકાના હસારંગા ડી સિલ્વાએ સાઉથ આફ્રિકા સામે હેટ્રિક લીધી
શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 142 રન કર્યા હતા. જેના જવામાં સાઉથ આફ્રિકાની ટીમે છેલ્લી ઓવરમાં 1 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી છે.
ટી20 વર્લ્ડ કપમાં આજે સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો હતો. સાઉથ આફ્રિકાએ સુપર-12ની મેચમાં શ્રીલંકા વિરૂદ્ધ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 142 રન કર્યા હતા. જેના જવામાં સાઉથ આફ્રિકાની ટીમે છેલ્લી ઓવરમાં 1 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી છે. આ મેચમાં શ્રીલંકાના ખેલાડી હસરંગાએ હેટ્રિક લીધી હતી.
હસરંગા T20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક લેનારો શ્રીલંકાનો પાંચમો અને T20 વર્લ્ડ કપમાં ત્રીજો ખેલાડી બન્યો છે. હસરંગા પહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેટ લીએ 2007 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને આયર્લેન્ડના કર્ટિસ કેમ્ફર નેધરલેન્ડ સામે હેટ્રિક લીધી હતી. સમગ્ર T20 ક્રિકેટની આ 23મી હેટ્રિક હતી.
સાઉથ આફ્રિકા: તેંબા બાવુમા (C), ક્વિંટન ડિકોક (WK), રેસી વેન ડેર ડૂસન, એડેન માર્કરમ, રીઝા હેંડ્રિક્સ. ડેવિડ મિલર, ડ્વેન પ્રીટોરિયસ, કેશવ મહારાજ, કગિસો રબાડા, એનરિક નોર્ત્યા, તબરેઝ શમ્સી
શ્રીલંકા : કુસલ પરેરા (WK), પાથુમ નિસાંકા, ચરિત અસલંકા, અવિષ્કા ફર્નાંડો, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (C), વાણિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમિરા, મહેશ થીક્ષાના, લાહિરુ કુમારા
IND vs NZ: ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ, ટીમ સામે અનેક પડકારો
ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પહેલી જ મેચમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનના હાથે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપની શરૂઆત પહેલા જીતની મુખ્ય દાવેદાર ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. ચાલો જાણીએ એવા ત્રણ કારણો જેના કારણે ટીમ ઈન્ડિયા માટે આગળનો રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.
ટીમે જીતવી પડશે તેની તમામ મેચ - ટીમ ઈન્ડિયાએ હવે સેમીફાઈનલની રેસમાં રહેવા માટે તેની તમામ મેચ જીતવી પડશે. જો કે ન્યૂઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયાની બાકીની ત્રણ મેચ સ્કોટલેન્ડ, નામિબિયા અને અફઘાનિસ્તાન જેવી ટીમોની છે. અલબત્ત, ભારતીય ટીમને સ્કોટલેન્ડ, અને નામિબિયાને હરાવવામાં બહુ મુશ્કેલી ન હોવી જોઈએ, પરંતુ અફઘાનિસ્તાન સામેની મેચ બરાબરી થઈ શકે છે. વાસ્તવમાં અફઘાનિસ્તાન ટીમની સ્પિન બોલિંગ ઘણી સારી છે. રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાન ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો ટીમ ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે અને ન્યુઝીલેન્ડ તેની તમામ મેચ જીતી જાય છે તો ભારત માટે તે ઘણું મુશ્કેલ બની જશે.
વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે સારું પ્રદર્શન રહ્યું નથી - ભારતની આગામી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે છે. તે જીતવું ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તે એટલું સરળ નહીં હોય. વાસ્તવમાં વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ન્યુઝીલેન્ડ સામે સારું રહ્યું નથી. 2003ના વર્લ્ડ કપ બાદથી ભારત માત્ર બંને ટીમો વચ્ચે રમાયેલી તમામ મેચોમાં હાર્યું છે. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને ટીમો વર્ષ 2007 અને 2016 T20 વર્લ્ડ કપ સહિત બે વખત આમને સામને આવી ચુકી છે અને બંને મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. મેચ પહેલા ભારતીય ટીમ પર પણ દબાણ રહેશે.