Women T20 WC: ટીમ ઈન્ડિયાને મળી શાનદાર જીત, આયર્લેન્ડને DL મેથડથી હરાવી સેમીફાઈનલમાં પહોંચ્યું ભારત
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું. વરસાદથી મેચ રોકાય હતી. બાદમાં હાર જીતનો નિર્ણય ડકવર્થ-લુઈસ નિયમથી આપવામાં આવ્યો હતો.
India vs Ireland, Women T20 WC 2023: મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું. વરસાદથી મેચ રોકાય હતી. બાદમાં હાર જીતનો નિર્ણય ડકવર્થ-લુઈસ નિયમથી આપવામાં આવ્યો હતો. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 56 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. સ્મૃતિની શાનદાર બેટિંગ અને ભારતની આ શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
India make it to the semi-finals for the third successive time at the ICC Women's #T20WorldCup 🤩
— ICC (@ICC) February 20, 2023
They beat Ireland in a rain-interrupted contest in their final group stage game 🙌
Report 👇#INDvIRE | #TurnItUp
ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ
T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની જીત બાદ ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા T20 મહિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. આ સાથે જ ભારતીય ટીમ ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ બાદ અંતિમ ચારમાં પહોંચનારી બીજી ટીમ છે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તમામ ભારતીય ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ કપ ચોક્કસપણે જીતશે.
મંધાનાએ ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી
ભારતીય ટીમ વતી સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ આયર્લેન્ડ સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. આ મહત્વપૂર્ણ મેચમાં તેણે 56 બોલનો સામનો કર્યો અને શાનદાર 87 રન બનાવ્યા. આ ઇનિંગમાં સ્મૃતિએ 9 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. મંધાનાએ શેફાલી વર્મા સાથે પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિની આ શાનદાર ઇનિંગના કારણે ભારતે આયર્લેન્ડને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી. જો કે, ચાહકો માટે તે નિરાશાજનક બાબત હતી કે આ મેચનું પરિણામ ડકવર્થ લુઈસ દ્વારા બહાર આવ્યું. મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું. વરસાદથી મેચ રોકાય હતી. બાદમાં હાર જીતનો નિર્ણય ડકવર્થ-લુઈસ નિયમથી આપવામાં આવ્યો હતો. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા.