(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup 2024: રોહિત શર્મા જ હશે T20 World Cupમાં કેપ્ટન, BCCI સચિવ જય શાહે કરી જાહેરાત
જય શાહે આશા વ્યક્ત કરી છે કે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતવામાં ચોક્કસપણે સફળ રહેશે
T20 World Cup 2024: આ વર્ષે અમેરિકામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે રોહિત શર્માને ટી-20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો છે. ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે, જ્યારે કોચિંગની જવાબદારી રાહુલ દ્રવિડ પાસે રહેશે.
જય શાહે આશા વ્યક્ત કરી છે કે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતવામાં ચોક્કસપણે સફળ રહેશે. જય શાહે ગયા વર્ષના વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે. જોકે, ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
VIDEO | Here’s what Asian Cricket Council president and BCCI secretary Jay Shah (@JayShah) said while addressing an event in Rajkot.
— Press Trust of India (@PTI_News) February 14, 2024
“In 2023 (final) at Ahmedabad, even though we did not win the World Cup after 10 straight wins, we won hearts. I want to promise you that in 2024… pic.twitter.com/GcEJjSdiLs
ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરેલા વીડિયોમા સાંભળી શકાય છે કે જય શાહે જાહેરાત કરી હતી કે રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. જય શાહે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, "આપણે ભલે 2023 વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ હારી ગયા, પરંતુ ટીમ ઈન્ડિયા ચાહકોના દિલ જીતવામાં સફળ રહી છે. ભારતે સતત 10 મેચ જીતી હતી. મને પૂરો વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા આ વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે.
#WATCH | Rajkot, Gujarat: BCCI Secretary Jay Shah says, "Everybody had been waiting for my statement on the World Cup. In 2023, India did not win the World Cup after winning 10 matches straight, but we won hearts. But I want to make a promise that in 2024, under the captaincy of… pic.twitter.com/xENcgQGcZU
— ANI (@ANI) February 14, 2024
અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે તે અંગે સવાલ ઉઠી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની સફર 2022 ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સમાપ્ત થઈ ગઈ. આ પછી રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. પરંતુ જાન્યુઆરીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિના બાદ ટી-20 ટીમમાં પરત ફર્યા હતા. રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં પણ સદી ફટકારી હતી. ત્યારથી એવી આશા હતી કે રોહિત શર્મા આ વર્ષના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળશે.