(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup 2024 Schedule: T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, આ તારીખે પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઈન્ડિયા
T20 World Cup 2024 Schedule: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર 2024 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ગ્રુપ Aમાં ભારતનો સામનો પાકિસ્તાન, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડ સામે થશે.
T20 World Cup 2024 Schedule: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર 2024 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ગ્રુપ Aમાં ભારતનો સામનો પાકિસ્તાન, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડ સામે થશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે.
ICC T20 World Cup 2024 schedule announced, India to play Pakistan on 9th June in New York.
— ANI (@ANI) January 5, 2024
India in Group A pitted against Pakistan, USA, Canada and Ireland. USA to play Canada in the opening match. pic.twitter.com/UXf4ecbUew
2024 T20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચો રમાશે. વર્લ્ડ કપની મેચો વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 9 સ્થળો પર રમાશે, જેમાં ત્રણ અમેરિકન શહેરો ન્યુયોર્ક સિટી, ડલ્લાસ અને મિયામી વર્લ્ડ કપ મેચોની યજમાની કરશે. ટીમ ઈન્ડિયા 2024 T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. પાકિસ્તાન સાથે 9 જૂને મેચ રમાશે. આ સિવાય ભારતની 12મી જૂને યુએસએ અને 15મી જૂને કેનેડા સામે મેચ રમાશે.
2024ના T20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો માત્ર વેસ્ટ ઈન્ડિઝમાં જ રમાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 26 જૂને ગયાનામાં રમાશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ એટલે કે ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.
Get ready for the ultimate cricket carnival in the West Indies and the USA 🥁
— ICC (@ICC) January 5, 2024
Unveiling the fixtures for the ICC Men’s T20 World Cup 2024 🗓️ 🤩#T20WorldCup | Details 👇
- લીગ તબક્કાની મેચો - 1લી થી 18મી જૂન સુધી.
- સુપર 8 મેચો - 19 થી 24 જૂન.
- સેમી-ફાઇનલ મેચ - 26 અને 27 જૂન.
- ફાઇનલ મેચ- 29 જૂન.
ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર ક્યારે થશે?
ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2024ના અભિયાનની શરૂઆત કરશે. આયર્લેન્ડનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાની આગામી ટક્કર પાકિસ્તાન સાથે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ પછી 12 જૂને ભારતીય ટીમ અમેરિકા સામે ટકરાશે. તે જ સમયે, 15 જૂને ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચ કેનેડા સાથે રમશે, જે ફ્લોરિડામાં રમાવાની છે. નોંધનિય છે કે, ક્રિકેટ ફેન્સને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતા હોય છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial