શોધખોળ કરો

T20 World Cup 2024 માં વિકેટકીપર બનવા માટે આ ત્રણેય ખેલાડીઓ ઠોક્યો દાવો, કરી રહ્યાં છે વિસ્ફોટક બેટિંગ

ટી20 વર્લ્ડકપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર શરૂ થશે. ICCની આ મેગા ઈવેન્ટ 1લી જૂનથી 29 જૂન સુધી રમાશે. આ T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે

T20 World Cup 2024: ટી20 વર્લ્ડકપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર શરૂ થશે. ICCની આ મેગા ઈવેન્ટ 1લી જૂનથી 29 જૂન સુધી રમાશે. આ T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. ટીમ ઈન્ડિયા 5 જૂનથી આયર્લેન્ડ સામે T20 વર્લ્ડકપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતનો મુકાબલો 9 જૂન, 2024ના રોજ ન્યૂયોર્કમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ત્રણ વિકેટકીપર બેટ્સમેન છે જે ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડકપ 2024માં રમવા માટે પ્રબળ દાવેદાર છે. ટીમ ઈન્ડિયાના ત્રણેય ખેલાડીઓ વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત છે.

1. ઋષભ પંત
ડિસેમ્બર 2022માં એક ભયાનક કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ રિષભ પંતે IPL 2024માં કરિશ્માયુક્ત પુનરાગમન કર્યું હતું. ઋષભ પંત IPL 2024માં તેના જૂના જ ટચમાં જોવા મળી રહ્યો છે. ઋષભ પંત વિકેટ પાછળ અને વિકેટની સામે હિટ સાબિત થઈ રહ્યો છે. ઋષભ પંતનું એ જ જૂનું વલણ ક્રિકેટના મેદાન પર જોવા મળી રહ્યું છે. ઋષભ પંત IPL 2024માં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી રહ્યો છે. રિષભ પંતે IPL 2024ની 6 મેચમાં 157.72ની સ્ટ્રાઈક રેટથી 194 રન બનાવ્યા છે. ઋષભ પંતે IPL 2024માં બે અડધી સદી ફટકારી છે. ઋષભ પંતની ટી-20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં પસંદગી થઈ શકે છે. ઋષભ પંત ટીમ ઈન્ડિયાના સૌથી મોટા મેચ વિનિંગ ખેલાડીઓમાંથી એક છે. રિષભ પંત ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારીમાં વ્યસ્ત છે. રિષભ પંત ખૂબ જ સારા ફોર્મમાં છે અને તે વિકેટ કીપિંગ અને બેટ વડે અજાયબી પ્રદર્શન કરવામાં નિષ્ણાત ખેલાડી છે. રિષભ પંત મિડલ ઓર્ડરમાં આવે છે અને મોટા શોટ ફટકારે છે. તે કોઈપણ બોલિંગ ઓર્ડરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

2. કેએલ રાહુલ
જો કેએલ રાહુલને ટી-20 વર્લ્ડકપમાં વિકેટકીપિંગની જવાબદારી આપવામાં આવશે તો ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થશે. કેએલ રાહુલ ઋષભ પંત માટે મોટો ખતરો બની શકે છે. જો રાહુલ T20 વર્લ્ડકપમાં વિકેટકીપિંગ કરશે તો રિષભ પંતની જગ્યાએ એક વધારાના ઓલરાઉન્ડરને તક આપવામાં આવી શકે છે, જે ટીમ ઈન્ડિયાને વધુ સંતુલન આપશે. કેએલ રાહુલ વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપિંગ પણ કરી ચૂક્યો છે. રાહુલને ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઘણી સફળતા મળી, જેના કારણે તેને આઈપીએલમાં લખનૌની ટીમનો કેપ્ટન બનવાની તક મળી. કેએલ રાહુલે IPL 2024ની 5 મેચોમાં 137.50ના સ્ટ્રાઈક રેટથી 165 રન બનાવ્યા છે. કેએલ રાહુલે IPL 2024માં 1 અડધી સદી ફટકારી છે.

3. ઇશાન કિશન
ઈશાન કિશન ટી20 વર્લ્ડકપ 2024માં વિરોધી ટીમો માટે સૌથી મોટો ખતરો બની શકે છે. યુવા ડાબોડી વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. IPLમાં મોટું નામ ધરાવતા આ બેટ્સમેને ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. ઇશાન કિશને 96 IPL મેચોમાં 2485 રન બનાવ્યા છે, જેમાં તેણે 16 અડધી સદી પણ ફટકારી છે. ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 27 ODI અને 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સિવાય ઈશાન કિશને 2 ટેસ્ટ મેચ પણ રમી છે. ઈશાન કિશનનું શાનદાર ફોર્મ જોઈને તેને ટી-20 વર્લ્ડ કપમાં તક મળી શકે છે અને તે રોહિત શર્મા સાથે બેટિંગમાં ઓપનિંગ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Embed widget