T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 વર્લ્ડ કપ 2024ના વિજેતાઓની સંપૂર્ણ યાદી પર એક નજર
T20 World Cup 2024:20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 29 જૂનના રોજ બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 59 બોલમાં સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેશવ મહારાજ અને એનરિક નોર્ટજેએ 2-2 વિકેટ લીધી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા 8 વિકેટના નુકસાને 169 રન જ બનાવી શકી હતી અને ભારતે 7 રનથી જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 52 રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે ક્વિન્ટન ડી કોકે 39 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.
જણાવીએ કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ બાદ ચેમ્પિયન ભારત અને રનર અપ સાઉથ આફ્રિકાને કેટલી ઈનામી રકમ મળી. આ સાથે ટુર્નામેન્ટના તમામ એવોર્ડ વિજેતાઓના નામ પણ આપવામાં આવ્યા છે.
નંબર પુરસ્કારની રકમ
- વિજેતા INR 20.37 કરોડ
- રનર અપ INR 10.64 કરોડ
- સિઝનનો સ્માર્ટ કેચ (સૂર્યકુમાર યાદવ) $3000
- પ્લેયર ઓફ ધ મેચ (વિરાટ કોહલી) $5000
- પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (જસપ્રિત બુમરાહ) $15000
T20 વર્લ્ડ કપ 2024: T20 વર્લ્ડ કપ 2024 ના વિજેતાઓની યાદી-
T20 વર્લ્ડ કપ 2024: ફાઇનલ પ્લેયર ઓફ ધ મેચ
એવોર્ડનું નામ અને વિજેતાના નામની યાદી
પ્લેયર ઓફ ધ મેચ- વિરાટ કોહલી- (59 બોલ 79રન)
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જસપ્રીત બુમરાહ( 8 મેચ, 15 વિકેટ, 4.17 ઇકોનોમી)
ટી 20 વર્લ્ડકપ 2024 સર્વાધિક રન
સર્વાધિક રન- રહમાનુલ્લાહ ગુરબાઝ( અફઘાનિસ્તાન) રન - 281
ટી 20 વર્લ્ડકપ 2024 હાઇએસ્ટ સ્ટ્રાઇક રેટ
હાઇએસ્ટ સ્ટ્રાઇક રેટ – શાઇહોપ(વેસ્ટઇંડીઝ) કેચ- 187.71
ટી 20 વર્લ્ડકપ 2024- સૌથી વધુ છગ્ગા
નિકોલસ પૂરન – વેસ્ટઇન્ડિઝ 17 છગ્ગા
T20 વર્લ્ડ કપ 2024 સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
T20 વર્લ્ડ કપ 2024 સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર – નિકોલસ પૂરન – 98 રન બનાન અફઘાનિસ્તાન
સૌથી વધુ 50 પ્લસ સ્કોર
સૌથી વધુ 50 પ્લસ સ્કોર રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝ 3 અડધી સદી ફટકારી
T20 વર્લ્ડ કપ 2024: સૌથી વધુ વિકેટ
સૌથી વધુ વિકેટ અરશદીપ સિંહ (ભારત) અને ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન) 17 વિકેટ
T20 વર્લ્ડ કપ 2024: શ્રેષ્ઠ બોલિંગ ફિગર
શ્રેષ્ઠ બોલિંગ ફિગર્સ ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન) 5-9 વિ યુગાન્ડા
T20 વર્લ્ડ કપ 2024: બેસ્ટ ઇકોનોમી રેટ
બેસ્ટ ઇકોનોમી રેટ બેસ્ટ સાઉથી (ન્યુઝીલેન્ડ) 3.00
T20 વર્લ્ડ કપ 2024: સૌથી વધુ કેચ
સૌથી વધુ કેચ એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) 8
ટી20 વર્લ્ડ કપ 2024 વિકેટકીપર તરીકે સૌથી વધુ શિકાર
સૌથી વધુ ડિસમિસલઃ રિષભ પંત 7 શિકાર (8 કેચ, 1 સ્ટમ્પિંગ)