ટી-20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા કોની સામે રમશે ટી-20 સીરિઝ? BCCIએ ક્યાં બોર્ડ સાથે શરૂ કરી વાતચીત?
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો, બીસીસીઆઇના સુત્રોના જણાવ્યા પ્રમાણે, બીસીસીઆઇ ઓક્ટોબરમાં રમાનારા ટી20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને ટી20 મેચોમાં પ્રેક્ટિસ મળી રહે તે માટે મોટુ આયોજન કરી રહ્યુ છે. રિપોર્ટ્સ પ્રમાણે ઓક્ટોબરના આઇસીસી ટી20 વર્લ્ડકપ પહેલા બોર્ડે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ માટે વાતચીત શરૂ કરી દીધી છે. સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે જો ભારતીય ટીમ ટી20 સીરીઝ રમે છે તો ટીમ ઇન્ડિયાને વધુ પ્રેક્ટિસ મળી જશે અને ટી20 વર્લ્ડકપમાં આસાની રહી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં ઇંગ્લન્ડ સામે ટેસ્ટ બાદ હવે ટી20 સીરીઝ રમી રહી છે, અને આગામી દિવસોમાં વનડે સીરીઝ પણ રમવાની છે. આ પછી ભારતી ટીમ સીધી જ ટી20 વર્લ્ડકપ રમી શકે છે. પરંતુ રિપોર્ટ છે કે ટી20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા અન્યે દેશો સામે પણ ટી20 સીરીઝ રમી શકે છે.
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો, બીસીસીઆઇના સુત્રોના જણાવ્યા પ્રમાણે, બીસીસીઆઇ ઓક્ટોબરમાં રમાનારા ટી20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને ટી20 મેચોમાં પ્રેક્ટિસ મળી રહે તે માટે મોટુ આયોજન કરી રહ્યુ છે. રિપોર્ટ્સ પ્રમાણે ઓક્ટોબરના આઇસીસી ટી20 વર્લ્ડકપ પહેલા બોર્ડે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ માટે વાતચીત શરૂ કરી દીધી છે. સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે જો ભારતીય ટીમ ટી20 સીરીઝ રમે છે તો ટીમ ઇન્ડિયાને વધુ પ્રેક્ટિસ મળી જશે અને ટી20 વર્લ્ડકપમાં આસાની રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનામાં ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી0 સીરીઝનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, પરંતુ કોરોના મહામારીના કારણે બન્ને દેશોએ આ આયોજનને પડતુ મુક્ય હતુ. આ પછી ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેનુ શિડ્યૂલ ફિક્સ કર્યુ હતુ.
ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આગામી મહિને આઇપીએલ રમવાના છે. બાદમાં જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માચે રમાવવાની છે, અને ત્યાબાદ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ફરીથી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવા ઇંગ્લેન્ડ રવાના થવાની છે. ભારતીય ટીમ સપ્ટેમ્બરની મીડમાં પરત આવશે અને સમયે કદાચિત એશિયા કપનુ પણ આયોજન થઇ શકે છે. આ સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ પોતાના દેશમાં પાકિસ્તાન સુપર લીગનુ આયોજન કરશે. આમ માનીએ તો આગામી મહિનાઓમાં ટીમ ઇન્ડિયા અને અન્ય દેશોનો ક્રિકેટ કાર્યક્રમ વધુ પડતો વ્યસ્ત છે.
ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડ સામે પણ એક ટેસ્ટ સીરીઝ રમવાની છે, બાદમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાનો ફૂલ પ્રવાસ કરવાની છે. આમ ટીમ ઇન્ડિયાનો ડિસેમ્બર-જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ પુરેપુરો ફિક્સ છે.