(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli Networth: કોહલી 1050 કરોડનો આસામી, હવે માત્ર સચિન જ છે આગળ
કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ રુપિયા થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટર્સમાં સૌથી વધારે નેટવર્થ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની છે.
Virat Kohli Networth: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી હાલ બેટિંગમાં ભલે દમ ન બતાવી રહ્યો હોય પણ કમાણી મામલે ટોચનો બીજો ભારતીય ક્રિકેટર છે. ઈન્ટ્રાગ્રામ પર તેના 2.5 મિલિયનથી વધારે ફ્લોઅર્સ સાથે વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય સેલિબ્રિટી બની ગયો છે. હવે વિરાટ કોહલીની કમાણી વિશે વાત કરીએ તો તે ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોથી આગળ નીકળી ગયો છે. કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ રુપિયા થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટર્સમાં સૌથી વધારે નેટવર્થ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની છે. તે 1250 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. જે બાદ કોહલી 1050 કરોડ સાથે બીજા ક્રમે અને ધોની 1040 કરોડ સાથે ત્રીજા ક્રમે છે. આ યાદીમાં ચોથા ક્રમે સૌરવ ગાંગુલી આવે છે, જેની નેટવર્થ અંદાજે 700 કરોડની આસપાસ છે. વીરેન્દ્ર સહેવાગની નેટવર્થ 350 કરોડ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની નેટવર્થ 214 કરોડ હોવાનું કહેવાય છે.
કોહલી ક્રિકેટમાંથી કેટલી કરે છે કમાણી
એક રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ રુપિયા થઈ ગઈ છે. જે આજના વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં સૌથી વધારે છે. 34 વર્ષના કોહલીને બીસીસીઆઈ એસેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એપ્લસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના કરાર મુજબ તે વર્ષે 7 કરોડ રૂપિયા કમાય છે. દરેક ટેસ્ટ માટે તેની મેચ ફી 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 લાખ રૂપિયા છે.
આ સિવાય પુર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી રોયલ ચેલેંજર્સ બેગ્લોર સાથે IPLમાં કરાર મુજબ વર્ષે 15 કરોડ રુપિયાની કમાણી કરે છે. તે કેટલીય બ્રાન્ડોના માલિક છે. અને તેણે સાત સ્ટાર્ટ-અપમાં રોકાણ કરેલ છે. જેમાં બ્લુ ટ્રાઈબ, યુનિવર્સલ સ્પોટ્સબિજ, એમપીએલ અને સ્પોટર્સ કોન્વો શામેલ છે.
સોશિયલ મીડિયા પોસ્ટનો કોહલી આટલો કરે છે ચાર્જ
એક માહિતી પ્રમાણે વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે પણ રુપિયા લે છે. જેમા ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરવાના 8.9 કરોડ રુપિયા અને ટ્વિટર પર પોસ્ટ કરવા માટે 2.5 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે. મુંબઈમાં 34 કરોડ રુપિયા અને ગુરુગ્રામમાં 80 કરોડ રુપિયાના બે ઘર છે. અને 31 કરોડ રુપિયાની લકઝરી કારોનો માલિક છે. તે સિવાય કોહલી ગોવા ફુટબોલ ક્લબનો માલિક છે.