શોધખોળ કરો

INDvsAUS: એડિલેડમાં મેચ હાર્યા બાદ નિરાશ રોહિત શર્મા! બતાવ્યું હારનું સૌથી મોટું કારણ 

એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની ડે-નાઈટ ટેસ્ટ મેચ અઢી દિવસમાં 10 વિકેટથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો.

એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની ડે-નાઈટ ટેસ્ટ મેચ અઢી દિવસમાં 10 વિકેટથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો. એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો! ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની આવી હારથી કેપ્ટન રોહિત શર્મા બિલકુલ ખુશ નથી. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની હારના કારણો ગણાવ્યા છે.

કેપ્ટન રોહિત શર્માની પ્રતિક્રિયા

ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટમાં હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, 'અમારા માટે આ એક નિરાશાજનક સપ્તાહ રહ્યું છે. અમે સારું રમ્યા નહીં અને ઓસ્ટ્રેલિયા અમારા કરતા સારું રમ્યું. અમે અમારી તકોનો લાભ લેવામાં નિષ્ફળ ગયા. અમે પર્થમાં જે કર્યું તે ખાસ હતું. અમે તેને ફરીથી કરવા માગતા હતા, પરંતુ દરેક ટેસ્ટ મેચના પોતાના પડકારો હોય છે. અમે જાણતા હતા કે પિંક બોલથી રમવું ખૂબ જ પડકારજનક હશે. 

આપણે વિચારવું પડશે

રોહિત શર્માએ કહ્યું, 'ત્યાં (ગાબા)ની ઘણી સારી યાદો છે. અમે સારી શરૂઆત કરવા અને સારું રમવા માંગીએ છીએ. અમે ત્યાં જઈને વિચારવા માંગીએ છીએ કે અમે પર્થમાં શું કર્યું અને છેલ્લી વાર અમે અહીં હતા ત્યારે શું કર્યું. ત્યાં કેટલીક ખરેખર સારી યાદો છે, આશા છે કે અમે દરેક ટેસ્ટ મેચના પડકારોને સમજશું. અમે સારી શરૂઆત કરવા અને સારું રમવા માંગીએ છીએ.

પેટ કમિન્સ જીતથી ખુશ

ઓસ્ટ્રેલિયાએ જોરદાર પુનરાગમન કર્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. એડિલેડમાં ભારત સામેની બીજી ટેસ્ટ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોટું નિવેદન આપ્યું છે. પેટ કમિન્સે મેચ બાદ કહ્યું, 'શાનદાર સપ્તાહ, અમે આ રીતે રમવા માંગીએ છીએ. હું પાંચ વિકેટ લઈને ખુશ છું, કેટલીક વિકેટ લેવી સારી હતી. મિચેલ સ્ટાર્કે ભારત સામે પ્રથમ દાવમાં 14.1 ઓવર ફેંકી હતી અને 48 રનમાં 6 વિકેટ લીધી હતી.

પેટ કમિન્સે આ ખેલાડીને મેચ વિનર ગણાવ્યો 

મિશેલ સ્ટાર્કની પ્રશંસા કરતા પેટ કમિન્સે કહ્યું, 'સ્ટાર્ક અદ્ભુત છે. તેણે આવું ઘણી વખત કર્યું છે અને છેલ્લા એક દાયકાથી તે અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના શક્તિશાળી બેટ્સમેન ટ્રેવિસ હેડે પ્રથમ દાવમાં 141 બોલમાં 140 રન બનાવ્યા. ટ્રેવિસ હેડની આ ઇનિંગ આ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. ટ્રેવિસ હેડે ભારતીય બોલરો સામે રમીને 17 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

ટ્રેવિસ હેડે ભારતની હાર પર મહોર મારી

ટ્રેવિસ હેડે આ ટેસ્ટ મેચમાં 99.29ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને 337 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. ટ્રેવિસ હેડની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ભારત સામે 157 રનની લીડ મેળવી હતી. ટ્રેવિસ હેડે 140 રન બનાવી ભારતની હાર પર મહોર મારી હતી. ટ્રેવિસ હેડની પ્રશંસા કરતા પેટ કમિન્સે કહ્યું, 'તે (હેડ) અહીં બેટિંગ કરવાનું પસંદ કરે છે, જ્યારે તે બેટિંગ કરવા આવ્યો હતો, ત્યારે મુકાબલો કોઈપણ તરફ જઈ શકે તેમ હતો. સૌથી મોટી વાત લીડની હતી. આશા છે કે આવતા અઠવાડિયે ઉત્સાહ ફરી પાછો આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
CSK vs MI Score: ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
Embed widget