શોધખોળ કરો

Team India : કાંગારૂ સામે ઉંધે કાંધ પટકાયેલી ટીમ ઈન્ડિયા હવે ખુંખાર ટીમ સામે ટકરાશે

ભારત વિદેશી ધરતી પર અત્યંત ખતરનાક ગણાતી વિસ્ફોટક ટીમ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે.

Indian Cricket Team Tour : ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની હારને ભૂલીને આગામી મિશન માટે તૈયારી કરશે. ભારત વિદેશી ધરતી પર અત્યંત ખતરનાક ગણાતી વિસ્ફોટક ટીમ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. ભારતીય ટીમના પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ સામે આવી ગયું છે. ભારત આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમશે.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ હાલ કોઇ મેચ રમવાની નથી. લગભગ એક મહિના સુધી આરામ કર્યા બાદ ટીમે તેના આગામી મિશન માટે રવાના થશે. ભારતીય ટીમની યજમાની કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે.

ભારતીય ટીમ આવતા મહિનાની 12 તારીખથી એક નવું મિશન શરૂ કરવાની છે. ટીમ વેસ્ટ ઈન્ડિઝ સાથે તેના ઘર આંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ત્યાર બાદ તે ODI રમશે અને પછી T20 શ્રેણી સાથે પ્રવાસનો અંત કરશે.

ટેસ્ટ સિરિઝ

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની શરૂઆત 12 જુલાઈએ બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. પહેલી મેચ વિન્ડસર પાર્કમાં 12 થી 16 જુલાઈ દરમિયાન રમાશે. બીજી ટેસ્ટ મેચ 20 થી 24 જુલાઈ દરમિયાન ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે.

વન ડે સિરિઝ

આ પછી, ભારતીય ટીમે 27 જુલાઈથી 3 વનડે મેચોની શ્રેણી શરૂ કરવાની છે. બીજી વનડે 29 જુલાઈએ રમાશે. પ્રથમ બે વનડે કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. ત્રીજી અને છેલ્લી વનડે મેચ 01 ઓગસ્ટે રમાશે.

T-20 સિરિઝ

તો 3 ઓગસ્ટથી 5 મેચોની T20 સિરીઝ શરૂ થશે. બીજી વનડે 6 ઓગસ્ટે રમાશે. ત્રીજી અને ચોથી ટી20 મેચ 8 અને 12 ઓગસ્ટે રમાશે. આ પ્રવાસ 12 ઓગસ્ટે છેલ્લી T20 સાથે સમાપ્ત થશે.

IND vs AUS: બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અય્યર હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે. અય્યર દિલ્હીમાં બીજી મેચ પહેલા દિલ્હીમાં ભારતીય ટીમ સાથે જોડાશે. BCCIએ જ શ્રેયસના ફિટ હોવાની અને ટીમમાં સામેલ થવાની માહિતી આપી છે.  

બીસીસીઆઈએ કહ્યું કે, 'પીઠની ઈજાથી ઝઝુમતા શ્રેયસ અય્યરે એનસીએમાં પોતાનું રિહેબ પૂર્ણ કર્યું છે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. BCCIની મેડિકલ ટીમે પણ શ્રેયસને ફિટ જાહેર કર્યો છે. શ્રેયસ અય્યરની ફિટનેસ વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે 'ભારતના બેટ્સમેન શ્રેયસ અય્યરે તેની પીઠની ઈજાને પગલે નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેનું રિહેબ પૂર્ણ કર્યું છે અને તેને BCCIની મેડિકલ ટીમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.  શ્રેયસ નવી દિલ્હીમાં બીજી ટેસ્ટ પહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ સાથે જોડાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
Embed widget