'ભારતીય ટીમ ભલે અહીં ના આવે આપણે ત્યાં જઇને વર્લ્ડકપ રમવો જોઇએ' - પૂર્વ પાકિસ્તાને આપ્યુ મોટુ સ્ટેટમેન્ટ
પાકિસ્તાનમાં એશિયા કપની યજમાનીનો વિરોધ કરી રહેલા BCCI પર પૂર્વ પાકિસ્તાન ક્રિકેટરએ એક ચોંકાવનારુ નિવેદન આપી દીધુ છે.
Asia Cup 2023 Hosting Issue: પાકિસ્તાનમાં એશિયા કપની યજમાનીનો વિરોધ કરી રહેલા BCCI પર પૂર્વ પાકિસ્તાન ક્રિકેટરએ એક ચોંકાવનારુ નિવેદન આપી દીધુ છે. તેને કહ્યું કે ભલા ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાનમાં ના આવે, પરંતુ પાકિસ્તાને ભારતમાં રમાનારા વર્લ્ડકપ 2023માં ભાગ લેવો જોઇએ. તેમને આ નિવેદન એક કટાક્ષ તરીકે આપ્યુ હતુ. તેમને કહ્યું કે, પાકિસ્તાની ટીમને વર્લ્ડકપમાં પોતાની રમત દ્વારા ભારતને જવાબ આપવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023માં યજમાની અધિકારી પાકિસ્તાનની પાસે છે, પરંતુ BCCI એ સ્પષ્ટ કરી ચૂક્યુ છે કે, હાલની પરિસ્થિતિઓમાં ભારતીય ટીમ પાકિસ્તાન નથી આવી શકતી. આવામાં એશિયા કપને કોઇ અન્ય દેશમાં શિફ્ટ કરવામાં આવે તેવા આસાર છે. વળી, પાકિસ્તાન તરફથી એ સતત નિવેદન આવી રહ્યાં છે કે, ભારત જો પાકિસ્તાનમાં એશિયા કપ રમવા માટે ના પાડી દે છે, તો પાકિસ્તાન પણ ભારત રમાનારા વર્લ્ડકપમાં ભાગ નહીં લે. જોકે, કેટલાક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આ વિચારથી અલગ મત રાખે છે. એમાં અબ્દુલ રહેમાન પણ સામેલ છે.
'આપણે ત્યાં જવુ જોઇએ' -
'નાદિર અલી પૉડકાસ્ટ' યૂ-ટ્યૂબ ચેનલ પર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુર રહેમાને કહ્યું છે કે, 'ICCમાં જે પણ કામ કરી રહ્યાં છે, તે તમામ ભારતીય છે. 60-70 ટકા ફન્ડ પણ ભારતમાંથી જ આવે છે, પાકિસ્તાનને ત્યાં (ભારત)માં જવુ જોઇએ કેમ કે આપણે રમવા માંગીએ છીએ. આપણે એ સ્થિતિમાં નથી કે 'ના' કહી શકીએ. જો ભારતીય ટીમ અહીં નથી આવવા માંગતી તો ઠીક છે, પરંતુ આપણે ત્યાં જવુ જોઇએ, અને તેમને જબરદસ્ત ક્રિકેટ રમીને જવાબ આપવો જોઇએ. આ દરમિયાન જ્યારે એન્કરે ICC ને ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ નામ આપી દીધુ તો અબ્દુર રહેમાન પણ હા ભરી દીધી. તેમને કહ્યું કે, હા, ICC ભારતના દબાણમાં રહે છે.
'જો ભારત એશિયા કપ નહીં રમે તો, પૈસા નહીં આવે, ફિફ્કી પડી જશે ટૂર્નામેન્ટ' - પૂર્વ PCB ચીફે કર્યા એલર્ટ
Khaled Mahmood on Asia Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પૂર્વ ચીફ ખાલિદ મહેમૂદ (Khaled Mahmood) એ એશિયા કપ 2023 ( Asia Cup 2023)ની યજમાન વિવાદ પર BCCI ને તો ઘેર્યુ જ છે, સાથે સાથે તેમને પોતાના દેશના ક્રિકેટ બોર્ડ (PCB)ને પણ એલર્ટ કરી દીધુ છે. ખાલિદ મહેમૂદે કહ્યુ કે જો પાકિસ્તાનમાં એશિયા કપ આયોજિત થાય છે અને ભારતીય ટીમ નથી આવતી, તો PCB ને મોટુ નુકશાન વેઠવુ પડશે.
ખાલિદ મહેમૂદે આ મુદ્દા પર સૌથી પહેલા તો ICCને BCCI પર એક્શન લેવાની વાત કહી, તેમને કહ્યું કે, અહીં ICCએ પોતાની તાકાતનો ઉપયોગ કરવો જોઇએ, તેમને ભારતને પુછવુ જોઇએ કે તમે કોણ છો જે પાકિસ્તાનમાં રમાનારા એશિયા કપમાં જવાની ના પાડી રહ્યાં છો. જોકે, ખાલિદ મહેમૂદે એ પણ કહ્યું કે, ICC આવુ નહીં કરે કેમ કે ભારતનું ICCમાં પ્રભુત્વ છે.
ખાલિદ મહેમૂદે આ પછી ભારતીય ટીમ વિના એશિયા કપની યજમાનની સાઇડ ઇફેક્ટ બતાવતા કહ્યું કે, જો ભારતીય ટીમ વિના એશિયા કપની યજમાની કરો છો, તો કૉર્પોરેટ સ્પૉન્સરશીપ રોકાઇ જશે. જ્યાંથી સૌથી વધુ પૈસા આવવાના છે, તે નહીં આવી શકે, અને તેના વિના આ ટૂર્નામેન્ટ ફિક્કી અને નબળી પડી જશે. તેમને વિના આ ટૂર્નામેન્ટ ગ્લેમરસ પણ નહીં રહી શકે, આ એક નબળી ટૂર્નામેન્ટ સાબિત થશે. અમે ઘણાબધા પૈસા ગુમાવી દેશું.
આ વખતે ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં યોજાશે
એશિયા કપ છેલ્લે T20 ફોર્મેટમાં યોજાયો હતો. 2016માં પણ આવું જ બન્યું હતું. આ બંને વર્ષો T20 વર્લ્ડ કપને કારણે થયું. આ વખતે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તે તેના મૂળ ફોર્મેટ (ODI)માં રમાશે. સ્પર્ધાની 16મી આવૃત્તિમાં સુપર 4 સ્ટેજ અને ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે.
એશિયા કપના બે ગ્રુપ
ગ્રુપ-એ |
ગ્રુપ-બી |
ભારત |
શ્રીલંકા |
પાકિસ્તાન |
બાંગ્લાદેશ |
ક્વોલિફાયર |
અફઘાનિસ્તાન |
પ્રીમિયર કપની વિજેતા ટીમને એશિયા કપમાં સ્થાન મળશે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ જય શાહે 2023-24 માટે ક્રિકેટ કેલેન્ડર બહાર પાડ્યું. જેમાં સહયોગી દેશો માટે સ્પર્ધામાં સ્થાન બનાવવાનો માર્ગ પણ જણાવવામાં આવ્યો છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા પહેલાથી જ પોતપોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે. મેન્સ પ્રીમિયર કપના વિજેતાને ટુર્નામેન્ટમાં સ્થાન મળશે.
પ્રીમિયર કપમાં 10 ટીમો રમશે
પ્રીમિયર કપમાં 10 ટીમો રમશે. તેઓ બે જૂથોમાં વહેંચાયેલા છે. આ દરમિયાન કુલ 20 મેચો રમાશે. 2022માં હોંગકોંગે એશિયા કપમાં જગ્યા બનાવી હતી. તે ભારત અને પાકિસ્તાન સાથે ગ્રૂપ હતું. આ વખતે પ્રીમિયર કપના ગ્રુપ-એમાં UAE, નેપાળ, કુવૈત, કતાર અને ક્લેરિફાયર-1ની ટીમો હશે. જ્યારે ગ્રુપ-બીમાં ઓમાન, હોંગકોંગ, સિંગાપોર, મલેશિયા અને ક્લેરિફાયર-2 હશે. પ્રીમિયર કપના ક્વોલિફાયર-1 અને ક્વોલિફાયર-2નો નિર્ણય ચેલેન્જર કપ દ્વારા લેવામાં આવશે.