શોધખોળ કરો
Advertisement
ટેસ્ટ ડેબ્યૂની દરેક ઈનિંગ બાદ શૂઝ સિલાઈ કરાવતો હતો આ ભારતીય ખેલાડી, અડધી ટીમ પણ નહોતી ઓળખતી, જાણો વિગતે
નેહરાએ સોમવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર આકાશ ચોપડા સાથે તેના શોમાં વાત કરી હતી.
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે સ્પોર્ટ્સ પર્સન ઘરમાં કેદ છે. આ દરમિયાન તેઓ ફેન્સ સાથે સંકળાયેલા રહેવા સોશિયલ મીડિયાનો સહારો લે છે અને ફેન્સે ન સાંભળી હોય તેવી વાતો શેર કરી રહ્યા છે. આ કડીમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાનું નામ પણ સામેલ થઈ ગયું છે.
નેહરાએ સોમવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર આકાશ ચોપડા સાથે તેના શોમાં વાત કરી હતી. ચોપડાના શો આકાશવાણી પર નેહરાએ ડેબ્યૂ ટેસ્ટ મેચના દિવસોની યાદ તાજા કરતો એક કિસ્સો જણાવ્યો હતો.
નેહરાએ જણાવ્યું કે, તેની પાસે રણજી ટ્રોફી મેચ રમવા દરમિયાન એક જોડી જૂતા હતા. આ જૂતાની જોડી સાથે મેં શ્રીલંકા સામે 1999માં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. મને હજુ યાદ છે કે દરેક ઈનિંગ પૂરી થયા બાદ હું તેને ટાંકા લઈને સિવતો હતો અને આ રીતે એક જૂતાની જોડ સાથે ટેસ્ટ મેચ પૂરી થઈ ત્યાં સુધી રમ્યો.
શોમાં નેહરાએ કહ્યું, હું જ્યારે પ્રથમ વખત ભારતીય ક્રિકેટમાં સામેલ થયો ત્યારે અડધી ટીમ મને ઓળખતી નહોતી. ડેબ્યૂ મેચ માટે જ્યારે શ્રીલંકા જતો હતો ત્યારે માત્ર હરભજન સિંહ જ ઓળખતો હતો અને હું હંમેશા તેની સાથે રહેતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement