Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Ravichandran Ashwin Retirement: વર્ષ 2024 ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે ખૂબ જ મુશ્કેલ હતું. આ વર્ષે વિરાટ અને રોહિત સહિત કુલ છ ખેલાડીઓએ નિવૃત્તિ લીધી.
Ravichandran Ashwin Retirement: વર્ષ 2024 ભારતીય ક્રિકેટ માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું. જ્યાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઘણા ખેલાડીઓએ નિવૃત્તિની પણ જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયાના કુલ છ ખેલાડીઓએ વર્ષ 2024માં નિવૃત્તિની જાહેરાત કરી છે. આ યાદીમાં રવિચંદ્રન અશ્વિનની સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ છે. વિરાટ, રોહિત અને રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી.
The countless battles on the field are memorable ❤️
— BCCI (@BCCI) December 19, 2024
But it's also moments like these that Ashwin will reminisce from his international career 😃👌
Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. અશ્વિન હવે ભારત તરફથી રમતો જોવા નહીં મળે. જો કે તે ડોમેસ્ટિક મેચોમાં ચોક્કસ રમશે. અશ્વિને આ નિર્ણય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં રમાયેલી ટેસ્ટ બાદ લીધો હતો. અશ્વિને નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ ટેસ્ટ ડ્રો બાદ જાહેરાત કરવામાં આવી હતી.
રોહિત-કોહલી અને જાડેજાએ T20માંથી નિવૃત્તિ લીધી
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો. આ પછી તરત જ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ બંનેની સાથે જાડેજાએ પણ આ ફોર્મેટને અલવિદા કહી દીધું. આ ત્રણેય ખેલાડીઓએ ટીમ ઇન્ડિયા માટે ઘણી વખત મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ઘણા રેકોર્ડ બનાવ્યા, જેને તોડવા કોઈ પણ ખેલાડી માટે આસાન નહીં હોય.
કાર્તિક અને ધવને કહ્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા
શિખર ધવન ટીમ ઈન્ડિયાનો અનુભવી ખેલાડી રહી ચૂક્યો છે. તેણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. ધવને 24 ઓગસ્ટે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ભારત માટે 167 ODI મેચોમાં 6793 રન બનાવ્યા છે. તેણે 34 ટેસ્ટ મેચમાં 2315 રન બનાવ્યા છે. ધવન બાદ કાર્તિકે પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે 1 જૂનના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. કાર્તિકે ભારત માટે 94 ODI મેચોમાં 1752 રન બનાવ્યા છે. તેણે 26 ટેસ્ટ મેચમાં 1025 રન બનાવ્યા છે.
આ પણ વાંચો...
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
