શોધખોળ કરો
Advertisement
ગુજરાતની ક્રિકેટ ટીમમાં યુપીના આ 32 વર્ષના ખેલાડીને બનાવાયો વાઈસ કેપ્ટન, જાણો કોણ છે કેપ્ટન ?
પાર્થિવ પટેલની નિવૃત્તિ બાદ અક્ષર પટેલને ગુજરાતની ટીમનો સુકાની જાહેર કરાયો છે. જ્યારે ભારતીય ટીમમાંથી રમી ચુકેલા ઉત્તર પ્રદેશના સ્પિનર પીયુષ ચાવલાને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ અસોસિએશનની પસંદગી સમિતિએ સૈયદ મુશ્તાક અલી ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમ જાહેર કરી છે. પાર્થિવ પટેલની નિવૃત્તિ બાદ અક્ષર પટેલને ગુજરાતની ટીમનો સુકાની જાહેર કરાયો છે. જ્યારે ભારતીય ટીમમાંથી રમી ચુકેલા ઉત્તર પ્રદેશના સ્પિનર પીયુષ ચાવલાને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
2020માં પીયુષ ચાવલા આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી રહી ચુક્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે 6.75 કરોડમાં કરાર બદ્ધ કર્યો હતો. પીયુષ ચાવલા 2007માં ટી-20 વિશ્વકપ અને 2011માં આઈસીસી વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો રહી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે કંઇ ખાસ ઉકાળી શક્યો નથી.
ચાવલાની ક્રિકેટ કરિયર
પીયૂષ ચાવલાએ ટીમ ઈન્ડિયા તરફથી 3 ટેસ્ટમાં 7 વિકેટ, 25 વને ડેમાં 32 વિકેટ અને 7 ટી20 મેચમાં 4 વિકેટ ઝડપી છે. જ્યારે આઈપીએલની 164 મેચમાં 156 વિકેટ ઝડપી ચુક્યો છે.
ગુજરાતની ટીમઃ અક્ષર પટેલ (કેપ્ટન), પીયુષ ચાવલા (વાઇસ કેપ્ટન), પ્રિયાંક પંચાલ, ઉર્વિલ પટેલ, રૂષ કાલેરિયા, અઝાન નગવાસવલ્લા, તેજસ પટેલ, પ્રિયેશ પટેલ, રિપલ પટેલ, ધ્રુવ રાવલ, ક્ષિતિજ પટેલ, ચિરાગ ગાંધી, કરણ પટેલ, ચિંતન ગજા, હાર્દિક પટેલ, જયવીર સિંહ પરમાર, ઉમંગ કુમાર
ભારતમાં કોરોનાના નવા ખતરનાક વાયરસના છ કેસ આવતાં ખળભળાટ, જાણો ક્યાં ક્યાં મળ્યા આ કેસ ?
IND v AUS: અશ્વિને રચ્યો ઈતિહાસ, મુરલીધરનનો રેકોર્ડ તોડી બન્યો વિશ્વનો પ્રથમ બોલર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion