લગ્ન પહેલા રાહુલ ચાહરનો ઇશાની સાથેનો ડાન્સ વીડિયો વાયરલ, જુઓ કપલ ડાન્સ
દીપક ચાહરનો ભાઇ રાહુલ ચાહરના લગ્ન 9 માર્ચે પોતાની ગર્લફ્રેન્ડ સાથે હતા. જોકે, આ પહેલા તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર રાહુલ ચાહર પોતાની ગર્લફ્રેન્ડ ઇશાની સાથે લગ્ન કરી રહ્યો છે. તેને લગ્ન પહેલાની રીત રિવાજોનો એક વીડિયો શેર કર્યો છે. આમાં તે અને તેની થનારી પત્ની ઇશાની હાથોમાં મહેંદી લગાવી રહ્યા છે. આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી ચૂકેલા રાહુલ ચાહરને આ વખતે પંજાબ કિગ્સે ખરીદ્યો છે. પંજાબે તેને આઇપીએલ ઓક્શન 2022માં 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાસ્ટ બૉલર દીપક ચાહરનો ભાઇ રાહુલ ચાહરના લગ્ન 9 માર્ચે પોતાની ગર્લફ્રેન્ડ સાથે હતા. જોકે, આ પહેલા તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અને કેટલીક તસવીરો પણ શેર કરી છે. વીડિયોમાં રાહુલ ઇશાની હાથોમાં મહેંદી લગાવતો દેખાઇ રહ્યો છે, તેની સાથે સાથે ડાન્સ પણ કર્યો છે. બન્નેએ આ દરમિયાન ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ. બન્નેનો ડાન્સ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
રાહુલ ચાહર અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયંસ માટે રમતો હતો. પરંતુ આ વર્ષની આઈપીલ સીઝનમાં રાહુલ પંજાબ કિંગ્સની ટીમમાં રમતો દેખાશે. રાહુલ ચાહરે ભારત માટે વનડે અને ટી-20 મેચ પણ રમી છે. આ વર્ષે યોજાયેલા આઈપીએલ મેગા ઓક્શનમાં રાહુલ ચાહરને 5.25 કરોડની મોટી રકમ મળી છે. આઈપીએલમાં આ વર્ષે પ્રથમ વખત બનશે કે રાહુલ મુંબઈ સિવાય બીજી ટીમ માટે રમશે. 2018 થી લઈને 2021 સુધી રાહુલ ચાહર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો.
રાહુલ ચાહર ભારત માટે એક વનડે અને 5 ટી-20 મેચ રમ્યો છે. એક વન ડે મેચમાં રાહુલે 3 વિકેટ લીધી હતી. જ્યારે 5 ટી-20 મેચમાં રાહુલે 7 વિકેટ ઝડપી હતી. આ મેચોમાં તેની ઈકોનોમી 7.59ની રહી હતી.
રાહુલ ચાહરના ભાઈ દીપક ચાહરે પણ સગાઈ કરી લીધી છે. દીપકે પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને આઈપીએલ મેચ સમયે સ્ટેડિયમમાં જ પ્રપોઝ કર્યું હતું. દીપક પણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
View this post on Instagram
આ પણ વાંચો---
NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર
CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ
ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત